<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

મોટી પાનેલીમાં ધમાધમ એક ઇંચ બાદ સવારે પણ મેઘો મંડાયો

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી  તા. ૨૪ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી માં ગઈકાલે સતત બીજા દિવસે દિવસભર ભારે ઉકળાટ બાદ બપોર પછી વાદળો ની ભારે ગર્જના સાથે અંધારૃં છવાયું હતું પરંતુ વરસાદ ના આવતા લોકોના ચહેરા પર માયુષી છવાય ગયેલ પરંતુ મોડી સાંજે આઠ વાગ્યાં પછી અચાનક જોરદાર પવન અને વીજળી સાથે મેઘરાજા એ દસ્તક દેતા જોતજોતામાં સર્વત્વ પાણી પાણી કરી દીધું હતું એક ઇંચ વરસાદ પડી ગયેલ આજે સવારથી ફરીથી મેઘો મંડાયો છે ખેડૂતો વાવણી લાયક વરસાદ પડતા ખુશખુશાલ જોવા મળે છે.

(12:56 PM IST)