તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 24th June 2024
સાવરકુંડલા શહેરમાં ચોમાસાના પહેલા વરસાદે બે બકરાનો ભોગ લીધો
ભારે વરસાદ અને પવનના કારણે પારાપેટ ઇલેકટ્રીક વાયર પર પડીને વાયર બકરા ઉપર પડતા સ્થળ પર જ બે બકરાના મોત

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૪: શહેરના આથમણી દિશાએ વોર્ડ નંબર છ માં આવેલા ઇન્દિરા વસાહત વિસ્તારમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાં ના અરસા માં ભારે વરસાદ અને પવનના સુસ્વાટામાં મુકેશભાઈ પરસોતમભાઈ જમોડ ના મકાનની પારાપેટ એકએક તૂટી પડી નીચે પસાર થતાં વીજ વાયર ઉપર પડતા ચાલુ વીજવાયર તૂટી નીચેથી જ પસાર થઈ રહેલા સુરાભાઈ વશરામભાઇ ગોહિલ નામનાં માલધારી ના એશી જેટલાં બકરાઓ માંથી બે બકરા ઉપર પડતા બંન્ને બકરા ના શોર્ટ લાગવાથી સ્થળ પર જ મોત થયા હતા બનાવની જાણ થતા પાલીકા ચીફ ઓફિસર શ્રી બોરડ ચાલુ વરસાદે તાત્કાલીક સ્થળ ઉપર દોડી ગયા હતા અને જીઇબી ને જાણ કરતા તાત્કાલિક ઇલેકટ્રીક સપ્લાય બંધ કરાવીપંચ રોજકામ કામગીરી હાથ ધરી હતી ચીફ ઓફિસર શ્રી બોરડે પંચ રોજકામ કરી પી.જી. વી. સી. એલ.ને આગળની કાર્યવાહી કરવા મોકલી આપેલ છે આમ પહેલા વરસાદમાં જ જર્જરીત પારાપેટ પડતા બે નિર્દોષ બકરાનો ભોગ લેવાઈ ગયો છે બે બકરાના મોત થતા બકરા માલિક માલધારી પરિવાર ઉપર અણધારી આફત આવી પડી છે જ્યાં આ ઘટના બની ત્યાં પરચુરણ ચીજ વસ્તુઓ ની દુકાન આવેલી છે..સદભાગ્યે બનાવ સમયે દુકાને કોઇ ગ્રાહક હાજર નો હોય મોટી જાનહાનિ ટળી ગઈ છે અત્રે નોંધનીય છે કે સાવરકુંડલા શહેરમાં ઘણી જગ્યાએ જૂની જર્જરીત ઈમારતના સ્લેબ નાં પોપડા અને પારાપેટ મોત નાં માંચડા બની જળુંબી રહ્યાં છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થાય તે પહેલા સત્વરે આવી પારાપેટ, પોપડા દૂર કરવા તંત્રએ પગલાં ભરવા જોઈએ તેવી શહેરીજનો માં માંગ ઉઠી છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
