<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જસદણના કાનપર ગામની જમીન અંગે રાજકોટ કલેકટર સમક્ષ થયેલ અપીલ મંજુર

જસદણ તાલકાના ગામ-કાનપરના રે.સ.નં.૪૪ પૈકી ૩ ની ખેતી જમીનની ડેપ્‍યુટીક્‍લેકટરશ્રી-જસદણે હકકપત્રક ની રદ કરેલ નોંધ સામે ક્‍લેકટરશ્રી-રાજકોટમાં કરવામાં આવેલ ક્‍લેકટરથી ખાસ મંજુર કરવામાં આવી હતી.

જસદણ તાલુકાના ગામ-કાનપર નં.૪૪ પૈકી ૩૩ ની હે.૦-૭૫-૮૭ ચૉ.મા. જમીન શ્રી ઈન્‍દુમતીબેન નાથાભાઈ ઉજીયા વિ.ર ના ખાતે આવેલ. આ ખેતી જમીન તેઓએ શ્રી ભગવાનભાઇ ગીગાભાઇ રાઠોડને વેચાણ કરતા આ વેચાણ વ્‍યવહારના હકકપત્રકે નોંધ નં.ર૫૧૮ તા.૮/૪/૨૦૨૧થી દાખલ થયેલ જે નોંધમાં વાંધા રજુ થતા તકરારી કેસ નં.૧ ૩૨૦૨૧ થી રજીસ્‍ટરે લેવામાં આવલ અને જે કેસ ડેપ્‍યુટી ક્‍લેકટરશ્રી-જસદણે સમક્ષ ચાલેલ આ કેઇસ માં નોંધ નં.૨૫૧૮ ડપ્‍યુટી કલેકટરશ્રી-જસદણે એ એવા કારણસર રદ કરેલ કે, જસદણ તાલુકાના પોચવડા ગામે રે.સ.નં.૨૦૬ પૈકીની એ.૧૨ર-૦૦ ગુંઠા ખરીદનારે વેચાણ રાખેલ છે જેની નૌધ નં.૧૫૦૭ દાખલ થયેલ છે જે નોધમાં વેચાણ રાખતી વખતે તેઓ અગાઉ કયા જમીન ધારણ કરતા હતા કે કઇ જમીનના આધારે જસદણના કાનપર ગામે જમીન ખરીદ કરેલ છે તેના આધારે નોંધના કાગળો તેમજ સુનાવણી દરમ્‍યાન આધાર પુરાવા રજુ થયેલ નહી હોય પ્રમોલગેશન થી ખાતેદાર હોવાના આધારો રજુ કરેલ નથી જેથી મુળ ખાતેદાર ન હોય તેવી વ્‍યક્‍તિ ખેતી ની જમીન ખરીદ કરી શકે નહી તેવી જોગવાઇ ધ્‍યાને લઇ નોંધ નં.૨૫૧૮ નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ હતો.

ડેપ્‍યુટી ક્‍લેક્‍ટરશ્રી-જ્‍સદણના ઉકત હુકમ સામે ભગવાનભાઇ ગીગાભાઇ રાઠોડે કલેક્‍ટરશ્રી સમક્ષ તેમનો વકીલશ્રી મારફત અપીલમાં કલેકટરશ્રી - રાજકોટ એ અરજદારની રીવીઝન અરજી અંશતઃ મંજુર કરી નાયબ કલેકટરશ્રી - જસદણના હુકમ નં.પ્રાંક/તકરારી/કેસ નં.૧૩/૨૦૨૧ તા.૮/૦/૨૧ કરદ કરતો હુકમ ફરમાવેલ છે અને અરજદાર પાસેથી નવેસરથી તમામ આધાર-પુરાવાઓ સાથે અરજી રજુ થયેલ રેકર્ડ ઓફ રાઇટસના ધોરણે કાર્યવાહી કરવા મામલતદારશ્રી - જસદણને ફેર નિર્ણય કરવાનો હુકમ ફરમાવેલ છે આ કેઇસમાં અરજદાર ભગવાનભાઇ ગીગાભાઇ રાઠોડ વતી રાજકોટના એડવોકેટ શ્રી અનિષ પી.કેશરીયા તથા પરીન્‍દ ડી.ડોબરીયા રોકાયેલ હતા.

(1:46 PM IST)