<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ટંકારા તાલુકામાં મેધરાજાની ધમાકેદાર એન્‍ટ્રી : એક કલાકમાં વાવણી લાયક દોઢ ઇંચ

કાળઝાળ ગરમી-બફારા વચ્‍ચે ટાઢકઃ જગતાત ખેત કાર્યમાં પરોવાયા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ર૪ : તાલુકામાં રવિવારની રજામાં ભારે ઉકળાટ બફારાને પગલે  સાંજે સાડા પાંચેક વાગ્‍યે મેધરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થઈ હતી અને આજુ બાજુના ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને જોત જોતામાં દોઢેક ઈચ (૪૦ મીમી)  આકાશી અમૃત વરસી ગયેલ.  આગોતરા વાવેતર અને કોરવાણમાં મુકેલ કપાસિયા વદી જાય એવો વરસાદ વરસ્‍યો હતો. જ્‍યા પાણીનો અભાવ હતો ત્‍યા આ વરસાદ ખુબ ફાયદો કરશે અને વાવેતર બાકી હોય એ વાવણીયા તૈયાર કરવા લાગ્‍યા હતા. રવિવારે રજા હોય પહેલા વરસાદમાં શહેરીજનો પલળવાનો લહાવો લિધો હતો. નાનેરાથી લઈ વયોવળદ્ધ ચારેક મહિનાનો તાપ ઓગાળવા ઘરની બહાર નિકળી નાહવા નિકળી ગયા હતા

(2:32 PM IST)