News of Monday, 24th June 2024
અમરેલી જીલ્લામાં વાવણી ઉપર બીજો વરસાદ વરસતા ખેડૂતો ખુશ
નદી, નાળા, ચેકડેમમાં નવા નીર આવ્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪: અમરેલી જિલ્લામાં સતત ખેડૂતો મા ખુશીનો માહોલ જોવા મળે છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના તાલુકામાં ઓછો વઘુ વરસાદ પડી રહ્યો છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના તાલુકા મા વાવણી થઇ ગઇ છે વાવણી બાદ સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં બપોરે વાતાવરણ પલ્ટો આવ્યો હતો અને ૨૮ મીમી વરસાદ ખાબકયો હતો બપોરના ઘનઘોર વાદળો છવાયા હતા અને ધોઘમાર વરસાદ ખાબકયો હતો જેમા લાઠી શહેરમાં ધોઘમાર વરસાદ પડતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા તો લાઠીના રામપરા તાજપર ભુરખિયા અને દામનગર ભીગરાડ પ્રતાપગઢ દુઘાળા સહિતના ગામમો વરસાદ પડ્યો હતો તો બાબરા પંથકમાં મા પણ ઘોઘમાર વરસાદ ખાબકયો જેમા વાવડા ગામે ધોઘમાર વરસાદ ખાબકયો હતો એક કલાકમાં દોઢ ઇચ જેટલો વરસાદ ખાબકતા ગામની બજારોમાં ગોઠણ ડુબ પાણી વહેતા થયા ખેતરો પણ પાણી થઈ તરબોળ જોવા મળ્યા હતા
અમરેલી પંથકમાં પણ વરસાદ પડ્યો હતો જેમા દેવળીયા ચક્કર ગઢ મોટા ગોખરવાળા લાપાળીયા રાજસ્થળી સહિતના ગામમો વરસાદ પડ્યો હતો વડીયા કુકાવાવ સહિતના વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા આમ અમરેલી જિલ્લા મા સતત વરસાદી માહોલને લઈને જીલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
