News of Monday, 24th June 2024
જામનગર રાજવી પરિવારના કુમાર ભારતના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ શ્રી રાજેન્દ્રસિંહજીની બહાદુરી ખુમારી અને રાજવી ખાનદાનીની ગૌરવવંતી ગાથા
જનરલ શ્રી રાજેન્દ્રસિંહજીએ સને ૧૯૧૯માં બ્રીટનની સેન્ડ હર્સ્ટ લશ્કરી કોલેજમાં પ્રવેશ મેળવી સેનાની કારકિર્દી શરૂ કરેલ : આ કોલેજમાં પ્રવેશ લેનાર પ્રથમ ભારતીય હતા : સેનાના વિવિધ હોદ્દા ઉપર ૩૪ વર્ષ બીજા વિશ્વ યુધ્ધ સહીત બહાદુરીને કુનેહપૂર્વક બજાવેલ કામગીરી : બદલ શ્રી રાજેન્દ્રસિંહજીની છપ્પનની છાતી ઉપર દેશ-વિદેશના અનેક પ્રતિષ્ઠિત મેડલો ચંદ્રની જેમ ચમકતા હતા બીજા વિશ્વ યુધ્ધમાં બ્રીટનની જીત થઇ શ્રી રાજેન્દ્રસિંહજી અપ્રતિમ બહાદુરીને બીરદાવવા બ્રિટને તેમને ડિસ્ટીગ્શન સર્વિસ ઓર્ડરથી બહુમાન બહુમાન કરેલ : આ મહાયુધ્ધમાં આવું ભવ્ય સન્માન પ્રાપ્ત કરનાર સને ૧૯૧૯થી સને ૧૯૫૫ સુધીમાં જનરલ શ્રી રાજેન્દ્રસિંહજીની કુશળ કામગીરીથી પ્રમોશનથી સેનાના અતિ મહત્વના હોદ્દા હાંસલ કરેલ : ૧ એપ્રિલ સને ૧૯૫૫માં પ્રથમ ગુજરાતી રાજવી પરિવારના શ્રી રાજેન્દ્રસિંહજીએ સેનાનું સર્વોચ્ચ પદ ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ' પ્રાપ્ત કરેલ

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ વાંચકોને જામનગર રાજવી પરિવારના કુમારને દેશના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ શ્રી રાજેન્દ્રસિંહજીની બહાદુરી ખુમારી અને રાજવી ખાનદાનની સંકલન માહીતીથી વાંચકોને જણાવે છે.
આઝાદી પહેલા જામનગર (નવાનગર) સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ)નું પ્રથમ વર્ગનું જાડેજા વંશનું સમૃધ્ધ રજવાડું હતું આઝાદી બાદ સૌરાષ્ટ્રના ૨૨૨ રજવાડાનું એકીકરણ કરી સમગ્ર સૌરાષ્ટ્રનું અલગ સૌરાષ્ટ્ર રાજયની રચના થયેલ આ રાજયના પ્રથમ રાજ પ્રમુખ (ગવર્નર) પદે જામનગરના મહારાજા શ્રી દિગ્વિજયસિંહજીના તાજપોશી થયેલ તેમના વંશજ માંથી શ્રી રાજેન્દ્રસિંહજી આવે છે.
શ્રી રાજેન્દ્રસિંહજી એ હાઈસ્કુલ સુધીનો અભ્યાસ રાજકુમાર કોલેજ રાજકોટમાં કરેલ વધુ અભ્યાસ માટે રાજવી પરિવારના અન્ય કુમારો સાથે શ્રી રણજીતસિંહજી જેનું ક્રિકેટ ક્ષેત્ર સમગ્ર વિશ્વમાં અમર નામ છે તેમને ઈગ્લેન્ડ અભ્યાસ માટે મોકલેલ.
ઈગ્લેન્ડની સુપ્રસિધ્ધ કોલેજ ‘મેલવન' માં અભ્યાસ કરેલ શ્રી રાજેન્દ્રસિંહજી ને અલગ પ્રકારની કેરીયર બનાવવાની તમન્ના હતી જેથી તેઓએ રાજકુમારની આરામદાયક અને સરળ જીંદગીનો રાહ છોડી ખડતલ સખ્ત મહેનત ને કડક શિસ્તવાળી સેનાના જવાન બનવાનો રાહ અપનાવેલ ઈ.સ. ૧૯૧૯ માં બ્રીટનની ‘સેન્ડ હર્સ્ટ' લશ્કરી કોલેજમાં સામેલ થયેલ ઈરાદો મકકમ હતો અને મંજીલ નકકી હતી તેના ભાગરૂપે શરૂઆતમાં બ્રીટીશ ભારતીય લશ્કરમાં સેવા આપેલ જેથી સફળતા ચુમતી આવેલ તેના ફળ સ્વરૂપે અમેરીકામાં બે વર્ષ સેનાના એટેચી તરીકે ફરજ બજાવેલ ત્યાં ઉચ્ચ સન્માન લિજિયન ઓફ મેરીટ હાંસલ કરેલ (અમેરીકી સેનાનું ઉચ્ચ સન્માન) અમેરીકાના ખ્યાતીનામ વોશિંગ્ટન પોસ્ટે સૌરાષ્ટ્રના સિંહને ભરપુર બીરદાવેલ.
બીજા વિશ્વ યુધ્ધ (૧૯૪૧) શ્રી રાજેન્દ્રસિંહ બ્રીટીશ આર્મીના ભાગરૂપે તે સમયે તેઓ કવોડ્રીમ કમાન્ડર પદ ઉતર આફ્રીકા જર્મનની શક્તિશાળી સેના કુનેહને બહાદુરી પૂર્વક લડી જર્મનની સેનાને દિવસે તારા બતાવી દીધેલ ટુંક સમયમાં જર્મન સેના બમણી તાકાતથી ફરી મેદાનમાં ઉતરેલ આ સમયે હાલારના સાવજની ખરી કસોટી હતી પણ આતો શુરવીર જાડેજા વંશનો સિંહ જર્મન સેનાને રણમાં ચારે તરફથી ઘેરી લઈ ખેદાન મેદાન કરી નાખી. યુધ્ધ સમયે પણ કમનશીબે મુખ્ય મથક સાથે સંપર્ક કપાઈ ગયેલ જેથી બ્રીટીશ સેનાના અધિકારીઓએ એવું અનુમાન કરેલ કે જાડેજા વિરગતી પામેલ હશે અથવા દુશ્મને કેદ કરી લીધા હશે થોડા સમય પછી એ મુખ્ય મથકે પહોંચેલ ને તે પણ જર્મન સૌનીકોને કેદ કરી.
બીજા વિશ્વ યુધ્ધમાં બ્રીટનની જીત થઈ શ્રી રાજેન્દ્રસિંહજી અપ્રતિમ બહાદુરને બીરદાવવા બ્રિટને તેમને ડિસ્ટીગ્ટન સર્વીસ ઓર્ડરથી બહુમાન કરેલ આ મહાયુધ્ધમાં આવું ભવ્ય સન્માન પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ સપુત હતાં.
આઝાદી બાદ અખંડ ભારતના નીર્માણ માટે દેશના ૫૬૨ રજવાડાના એકીકરણના પ્રશ્ન ઝડપથી ઉકેલવા સરદાર સાહેબ ખુબ જ સક્રિય હતા. આ કાર્યોમાં મોટું વિઘ્ન હૈદરાબાદના નવાબનું આવેલ જે વાત જાણીતી છે. સરદાર સાહેબે લેફટનન્ટ જનરલ રાજેન્દ્રસિંહનો સંપર્ક કરી સુચના આપેલ કે હૈદરાબાદની બેવફાઈનો પ્રશ્ન ઝડપથી પુરો કરવાનો છે પણ સાથોસાથ નિદોર્ષ મરવા ન જોઈએ અને નવાબના પાગીયા છૂટવા ન જોઈએ શ્રી રાજેન્દ્રસિંહજીએ આ ઓપરેશનનું નામ ‘પોલો' રાખેલ ને માત્ર પાંચ દિવસમાં આ ઓપરેશન સરદાર સાહેબની ઈચ્છા મુજબ પૂર્ણ કરી હૈદરાબાદને ભારતનો ભાગ બનાવી દીધેલ આ ઉમદા કામગીરીથી સરદાર સાહેબ તથા નહેરૂ શ્રી જાડેજા ઉપર ખુબ જ ખુશ થયેલ.
આઝાદી બાદ ભારતના લશ્કરના જનરલ પસંદ કરવાનો મહત્વની બાબત ઉભી થયેલ વડાપ્રધાન નહેરૂએ શ્રી રાજેન્દ્રસિંહજીને બોલાવી ભારતના લશ્કરના જનરલ બનવા સહમતી આપવા જણાવેલ આ પ્રસંગે સૌરાષ્ટ્રના જાડેજા વંશના રાજવી પરિવારના શ્રી રાજેન્દ્રસિંહજીની ખુમારી અને ખાનદાનના ઉતમ દર્શન થયેલ શ્રી રાજેન્દ્રસિંહજીએ નમ્રતા પૂર્વક નહેરૂને સેનાની શિસ્તને ગૌરવ ને શોભે તેવો જવાબ આપેલ સર જનરલ કરીઅપ્પા મારાથી સીનીયર છે સાથોસાથ આ પદ માટેની સંપૂર્ણ લાયકાત ધરાવે છે જેથી હું સ્પષ્ટપણે માનું છું કે આ પદ જનરલ કરીઅપ્પા ને જ મળવું જોઈએ ને દેશની સેનાના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ કરઅપ્પા બનેલ.
ઈ.સ. ૧૯૫૩ માં સેનાના વડા કરી અપ્પા નીવૃત થતા શ્રી રાજેન્દ્રસિંહજી કમાન્ડર ઈન ચીફ બન્યા આ પદ શોભાવનાર તે પહેલા ગુજરાતી છે.

(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
