News of Monday, 24th June 2024
જામનગર જીલ્લાના લાલપુરમાં અઢી- ભાણવડ- કલ્યાણપુરમાં દોઢ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસતો હળવો - ભારે વરસાદ રાજકોટ, તા. ર૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે કોઇ કોઇ જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડયો છે. લાલપુરમાં અઢી ઇંચ તથા જામજોધપુરમાં ઝાપટારૂપે ૯ મીમી વરસાદ પડયો છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં સવારે વધુ એક ઇંચ વરસાદ પડતા કાલે રાત્રીથી સવાર સુધીમાં સાડા ૪ ઇંચ વરસાદ પડયો છે.
જયારે કલ્યાણપુર અને ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જીલ્લામાં સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે. માત્ર માળીયાહાટીનામાં ઝાપટારૂપે ર મીમી વરસાદ પડયો છે.
જયારે રાજકોટ જીલ્લાના લોધીકામાં બપોરના ૧ર થી ર દરમિયાન માત્ર ૧ મીમી. વરસાદ પડયો છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
