News of Tuesday, 25th June 2024
ઉનામાં કાળુભાઇ રાઠોડના હસ્તે પોલીયો રસીકરણનો પ્રારંભ

પોરબંદરઃ પોલિયો દિવસ ૨૩ જૂનના રોજ ૧ થી ૫ વર્ષના બાળકોને પાલિયાના ટીપા પીવડાવવામાં આવ્યાં હતાં.ટાવર ચોક ખાતે ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે બાળકોને પોલિયોના ટીપા પીવડાવી શુભારંભ કર્યો હતો. જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી અને ઉના નગર પાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણીયા, તથા વિવિઘ વિસ્તારોમાં તમામ સભ્યો અને કાર્યકર્તાઓએ હાજરી આપી બાળકોને પોલિયો પિવડાવી શુભારંભ કરેલ હતો. અને ઉના અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા.તે તસ્વીર. (તસ્વીરઃ નવીન જોષી-ઉના)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
