<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

શાપર-વેરાવળના કારખાનામાં આગ લગાડનાર મજૂર પ્રદીપની ધરપકડ

રાજકોટ તા. રપ :.. શાપર-વેરાવળના કારખાનામાં આગ લગાડનાર મજૂરની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્‍ય વિગતો મુજબ શાપર-વેરાવળમાં શાપર-ઢોલરા રોડ ઉપર મંગલ આર્યન પ્રા. લી.ના નામની કંપનીમાં ગઇકાલે આગ લાગતા ગોંડલ-રાજકોટના ફાયર બ્રિગેડે ઘટના સ્‍થળે દોડી જઇ આગ કાબુમં લીધી હતી.

આ આગમાં ૮ થી ૧૦ લાખનું નુકશાન થયું હતું. દરમિયાન કંપનીના સંચાલકોએ સીસીટીવી ફૂટેજ તપાસ કરતા કંપનીમાં જ રહેતો અને કામ કરતો મજૂર પ્રદીપ નાગેન્‍દ્રભાઇ પ્રધાને સ્‍ટોરૂમમાં જઇ આગ લગાડી હોવાનું ખુલતા તેને દબોચી લઇ પોલીસના હવાલે કર્યો હતો.

શાપર-વેરાવળ પોલીસે આ બનાવ અંગે કંપનીના હાર્દીકભાઇ ઠુમ્‍મરની ફરીયાદ ઉપરથી ગુન્‍હો દાખલ કરી મજૂર પ્રદીપની ધરપકડ કરી હતી. પકડાયેલ મજૂર પ્રદીપે માનસીક અપસેટ હોય આ આગ લગાડયાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું.

(11:45 AM IST)