<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જામનગરના રૂપાવટીમાં ૧રાા ફુટ તો સસોઇ-ર માં ૧૮ ફુટ નવુ પાણી આવ્‍યું: પરંતુ જીવંત સપાટી ઝીરો

આ બંને ડેમોમાં ડેડવોટર હેઠળમાં પાણી ભરાયું: દ્વારકાના કાબરકામાં ૧૪ાા ફુટની આવક સોનમતીમાં ૮ ફુટ તો વર્તુ-૧ માં ૬ાા ફુટની આવકઃ જીવંત સપાટીમાં ડેમો ખાલીખમ રાજકોટ-મોરબી-જામનગર દ્વારકા-સુરેન્‍દ્રનગરના ૧૩ ડેમોમાં નવા નીર વધ્‍યા...

રાજકોટ તા. ર૬ :.. મેઘરાજાએ જામનગર-સોરઠ-ભાવનગર પંથકમાં ગઇકાલે સટાસટી બોલાવી હતી આને કારણે જામનગર-દ્વારકાના ૪ થી પ ડેમોમાં ૬ાા ફુટથી ૧૮ ફુટ નવા પાણીની ધોધમાર આવક થયાનું ડેમના કન્‍ટ્રોલ રૂમમાંથી જાણવા મળ્‍યું હતું. વિગતો મુજબ રાજકોટ-મોરબી-જામનગર-દ્વારકા તથા સુરેન્‍દ્રનગરના ૧૩ ડેમોમાં નવા નીરની પધરામણી થઇ છે.

જામનગરના રૂપાવટીમાં ૧રાા ફુટ તો સસોઇ-ર માં ૧૮ ફુટ નવુ પાણી એક રાતમાં ઠલવાયું પરંતુ બંને ડેમોમાં ડેડવોટર હેઠળ પાણી ભરાયાનું અને હાલ આ બંને ડેમોની જીવંત સપાટી ઝીરો લેવલે હોવાનું બહાર આવ્‍યું છે.

આવી જ રીતે દ્વારકાના વર્તુ-૧ માં ૬ાા ફુટ, સોનમતીમાં ૮.ર૦ ફુટ તો કાબરકામાં ૧૪.ર૪ ફુટનો તોતીંગ વધારો થયો, જેમાં વર્તુ-૧ અને સોનમતીની જીવંત સપાટી હાલ ઝીરો લેવલની દર્શાવાઇ છે, જયારે કાબરકાની જીવંત સપાટી ૧૪ાા ફુટની આવક બાદ ર.૩૦ ફુટે પહોંચી છે.

ડેમની વિગતો આ મુજબ છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ  ર૪ કલાકમાં   હાલની જીવંત

             નવી આવક ફુટમાં     સપાટી ફુટમાં

ફોફળ               ૦.૧૦          ૧.ર૦

આજી-૧    ૦.૧૦          ર૦.૯૦

ખોડાપીપર ૦.૩૩          ૦.૧૦

દ્વારકા જીલ્લો

વર્તુ-૧              ૬.પ૬          ૦.૦૦

સોનમતી   ૮.ર૦           ૦.૦૦

કાબરકા     ૧૪.ર૪         ર.૩૦

સુરેન્‍દ્રનગર જીલ્લો

વઢવાણ    ૦.ર૦           ૧૯.પ૦

ભોગવો-ર

લીંબડી             ૦.૧૬          ૬.૧૦

ભોગાવો-ર

મોરબી જીલ્લો

મચ્‍છુ-ર     ૦.પ૯          ૮.૭૦

ઘોડાધ્રોઇ    ૦.૧૬          પ.૮૦

બ્રાહ્મણી-ર  ૦.૪૯          ૧૦.૩૦

જામનગર જીલ્લો

ઉંડ-૩               ૧.૮૦          ૧.૩૦

રૂપાવટી    ૧ર.૩૦         ૦.ર૦

સસોઇ-ર       ૧૭.૭ર         ૦.૦૦

(11:58 AM IST)