<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગોંડલમાં પ્રિન્‍સ ગ્રુપ અને મોભી સમુહલગ્ન સમિતિ દ્વારા હિન્‍દુ-મુસ્‍લિમ પરિવારના સમુહલગ્ન

માતા-પિતા વિહોણી તથા દિવ્‍યાંગ દિકરીઓને રાહત અપાશે

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. રપ :.. પ્રિન્‍સ ગ્રુપ અને મોભી સમુહલગ્ન સમિતિ ગુજરાત રાજય દ્વારા તા. ૧૭ નવેમ્‍બરના ૧૧૧૧ સમુહલગ્નોનાં સંકલ્‍પ પૈકી આગામી ૧૧મો હિન્‍દુ-મુસ્‍લીમ સર્વ જ્ઞાતીય રપ૧ દંપતિઓ માટેનો સમુહલગ્નોસત્‍વનું આયોજન કરાયું છે.

લગ્નોત્‍સવમાં ભાગ લેનાર માતા-પિતા વિહોણી અને દિવ્‍યાંગ દિકરીઓ માટે પણ વિશેષ સુવિધાઓ અને વિશેષ રાહત પણ આપવામાં આવશે. તદઉપરાંત વર અને વધુને એક લાખનો એક વર્ષનો વિમો અપાશે.

આયોજકો તથા પ્રિન્‍સ ગ્રુપનાં સંચાલક મનોજભાઇ ઉદેશીએ જણાવેલ કે કોઇપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક જ છત્ર છાયામાં હિન્‍દુ દિકરીઓનાં વિવાહ શાષાોકત વિધિવત વિદ્યાન બ્રાહ્મણો દ્વારા અને મુસ્‍લીમ દિકરીઓના નિકાહ કાઝી દ્વારા કરાવવામાં આવશે.કન્‍યાઓને ગૃહ ઉપયોગી ૧૦૧ જેટલી ચીજ વસ્‍તુઓ પણ કરીયાવર રૂપે અપાશે. ભાગ લેવા માટે વહેલા તે પહેલાનાં ધોરણે ફોર્મ ભરવા માટે ગોંડલ પ્રિન્‍સ ગ્રુપ, મનોજભાઇ ઉદેશી, દરબાર ચોક, મોટી બજારનો રૂબરૂ અથવા મો. ૯પ૮૬૬ ૯૧૦૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

(12:04 PM IST)