News of Tuesday, 25th June 2024
ગોંડલ પાસે કારખાનામાં રેતીના ઢગલામાં દબાઇ જતા ૧૦ વર્ષના બાળકનું મોત
પિતાના કારખાનામાં જ બાળક મહંમદનું મોત થતા પરિવારમાં અરેરાટી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. રપ : ગોંડલનાં મોવિયા રોડ પર આવેલા સિમેન્ટ ના પીઢયા - પાપળા ના કારખાનામાં રેતી નો ઢગલો માથે પડતા દટાઈ જતા ગૂંગળામણ થી બાળકનું મોત નીપજ્યું હતું. મળતક બાળક ના મળતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રેતી ચોક થી મોવિયા રોડ તરફ જવાના રોડ પર સજન સિમેન્ટ નામે કારખાનુ ચલાવતા રઝાકભાઈ સુલેમાનભાઇ પતાણી નો ૧૦ વર્ષ નો પુત્ર મહંમદ કારખાના માં રેતી ના ઢગલામાં રમતો હતો તે દરમિયાન અચાનક રેતીનો ઢગલો અકસ્માતે માથે પડતા બાળક રેતીના ઢગલામાં દબાઇ જતા ફસાયો હતો પરિવારજનો ને જાણ થતાં બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર રહેલ ડોક્ટરે મળત હોવાનું પરિવારજનો ને જણાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી. બનાવ નાં પગલે મોટી સંખ્યામાં સુમરા સમાજ ના આગેવાનો તેમજ સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
રઝાકભાઈ ને ત્રણ સંતાનો જેમાં બે દીકરા અને એક દીકરી છે. સૌથી નાના બાળક મહંમદ નું આકસ્મિક મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
