<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

લોધીકાના દેવગામ સેવા સહકારી મંડળીનાં પ્રમુખપદે ભરત વસોયા, ઉપપ્રમુખ કૈલાસ ભુત બિનહરીફ

(ભીખુરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. રપ :..  લોધીકા તાલુકા ના દેવગામ સેવા સહકારી મંડળી ની સામાન્‍ય ચૂંટણી ૨૦૨૪ યોજાયેલ   કાર્યકારી વ્‍યવસ્‍થાપક સમિતિની મિટિંગના કાર્યકારી અધ્‍યક્ષ તરીકે પ્રવિણભાઇ પાભરને નિમવા માં આવેલ  તેમજ રા.લો.સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજાની ઉપસ્‍થિતિમા વ્‍યવસ્‍થાપક સમિતિ સભ્‍યો દ્વારા લેવાયેલ નિર્ણય માં પ્રમુખ તરીકે ભરતભાઇ વસોયા તેમજ ઉપપ્રમુખ તરીકે કૈલાશભાઇ ભુત ની બિનહરીફ વરણી કરવામાં આવેલ ચુંટણી અધિકારી તરીકે બીન.સી.સખીયા ની નિમણૂક થયેલ હતી.જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી તાલુકા ભાજપ યુવા અગ્રણી મયુરસિહ જાડેજા કારોબાર વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍યો શિતલકુમાર મૈયડ, કૈલાશભાઇ ભુત, પ્રવિણભાઇ પાંભર, ભરતભાઇ વસોયા, અરવિંદભાઈ વાડોદરીયા, ખોડાભાઇ ગાજીપરા, મનસુખભાઇ ભુત, મુકેશભાઇ ખુટ, અરવિંદભાઈ ડોબરીયા, વિજયભાઈ સાંગાણી, ધર્મેશભાઈ વસોયા, તળસીભાઇ ગમઢા, પરેશભાઈ કોટડીયા, ચંદુભાઈ અમીપરા સહિત ના સભ્‍યો તેમજ ખેડુત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(12:12 PM IST)