News of Tuesday, 25th June 2024
જૂનાગઢમાં ૨૨.૧ મેફે.ડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ વિદ્યાર્થી સહિત ૨ શખ્સ ૩ દિવસનાં રિમાન્ડ પર
મુંબઇના મલાડમાંથી ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા? કોને આપતા હતા સહિતના મુદે પુછપરછ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૫: ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા, એ ડિવિઝનના પીઆઈ સાવજ અને એલસીબીના પીએસઆઇ ડી. કે. ઝાલાની ટીમે ૨૩ જૂનની સવારે જુનાગઢનો વિદ્યાર્થી યુગાંત હરેશ વાઘમશી અને ધવલ જગદીશ સીસાંગીયાને શહેરમાં ચોબારી રેલવે ફાટક થી ઝાંઝરડા ચોકડી વચ્ચે રૂપિયા ૨.૨૧ લાખની કિંમતના ૨૨.૧ ગ્રામ ડ્રગ્સ, રૂપિયા ૫ લાખની રોકડ, બે બાઈક, બે મોબાઈલ મળી રૂપિયા ૫ લાખથી વધારેના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
બાદમ૫ તપાસનીશ તાલુકા પીએસઆઇ ડી. કે. સરવૈયાએ રવિવારે સાંજે ૧૦ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંનેના ૩ દિવસનાં રિમાન્ડ આપ્યા હતા. જેના પગલે પોલીસે મુંબઈના મલાડમાંથી કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા અને જૂનાગઢમાં કોને કોને ડ્રગ્સ આપતા હતા વગેરે મુદ્દે બંને આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
