News of Tuesday, 25th June 2024
વેરાવળમાં વરસાદ પહેલાની કામગીરીમાં તંત્ર નિષ્ફળ
વેપારીઓ, શહેરીજનોમાં ભારે રોષ : ગંદકીના થર, રસ્તા બિસ્માર, પાણી નિકાલના માર્ગ બંધ

(દિપક કક્કડ )વેરાવળ સોમનાથ નગરપાલિકા વરસાદ પહેલાની કામગીરીમાં આ વર્ષે પણ તંત્ર નિષ્ફળ નિવડલ છે થોડાક વરસાદમાં મુખ્ય બજારો સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હતા તેમજ અનેક જગ્યાએ ખોદી નખાતા ખાડાઓના લીધે ભારે મુશ્કેલી સર્જાય છે ચારેય બાજુ ગંદકીના થર જોવા મળે છે રસ્તાઓ બિસ્માર થયેલ છે પાણી નિકાલના માર્ગ બંધ થયેલ છે જીલ્લા કલેકટરે શહેરમાં મુશ્કેલી ન સર્જાય તે માટે જોરદાર ઝુંબેશ ઉપાડેલ હતી જેને સફળતા મળેલ પણ શહેરમાં નગરપાલિકા દરેક વાડમાં કામગીરીમાં નિષ્ફળ નિવડલ છે જેથી વેપારીઓ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળે છે.
વેરાવળ સોમનાથ વિસ્તારમાં દર વર્ષે ચોમાસાના પાણી થી શહેર આખું ત્રાહિમામ પોકારી ઉઠે છે જેથી જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજા શહેરમાં પાણી ન ભરાઈ તે માટે રેયોન ની દીવાલ દેવકા નદી તેમજ બાયપાસ રોડ ઉપર ગટરો બનાવાવની કામગીરી ચાલુ કરાવી દીધેલ છે તે પુર્ણતા ના આરે છે પણ વોર્ડ નં. ૧ થી ૧૧ માં નગરપાલિકાની દરેક ગલ્લીઓ, રોડ, સોસાયટી, મુખ્ય બજારોમાં જે કામગીરી કરવી જોઈએ તે ફક્ત કાગળ ઉપર હોય તેવું લાગી રહયું છે ફક્ત ૩૦ મીલીમીટર જેટલો વરસાદ પડતા શહેર ના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હતા જેમાં મુખ્ય રોડ બસ સ્ટેન્ડ મુખ્ય બજાર તપેશ્વર મંદિર સુભાષ રોડ માં પાણી ભરાઈ જતા વેપારીઓ શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયેલ હતા.
શહર સ્વચ્છ માટે અનેક અધિકારીઓ, પદાધિકારીઓએ આખુ વર્ષ ફોટા પડાવી ને મુકેલ હતા પણ શહેર વધારે ગંદુ બનેલ છે કરોડો ના ખર્ચે કામો થઈ રહ્યા છે તેવી વાતો થાયછે પણ ગંભીર બેદરકારીથી વેપારીઓને શહેરીજનોને સહન કરવાનું આવે છે આડેધડ ખોદકામ લાઈન લેવલ કર્યા વગર ડામર રોડ, સીમેન્ટ રોડ બનાવી નાખવામાં આવેલ છે લોટ પાણીલાકડા જેવા હોય છે તે સામાન્ય વરસાદમાં ધોવાય જતા હોય ગુણવંતા વગરનું કામ વર્ષોથી થઈ રહયુ છે દર વર્ષે મુશ્કલી સર્જાય છે ચોમાસામાં અનેક ઘરોમાં દુકાનોમાં પાણી ઘુસી જાય છે દિવસો સુધી બજારો બંધ રહે છે કરોડો રૂપીયાનો માલ બગડે છે તેવોજ પરીસ્થીતી આ વર્ષે પણ જોવા મળે છે
મોટા ભાગના વિસ્તારોમાં ગંદકીના થર રસ્તાઓ બિસ્માર, પાણી નિકાલ ના માર્ગ બંધ થયેલ છે અનેક ગટરો કેનાલો માં કચરાનું સામ્રાજય જામેલ છે જેથી નગરપાલિકાની ખુલ્લેઆમ બેદરકારીથી વેરાવળ સોમનાથના વોર્ડ ન.૧ થી ૧૧ ના તમામ વિસ્તારોમાં જીલ્લા કલેકટરે તેમની ટીમ દ્વારા સવ કરાવી કામગીરી ની સમીક્ષા કરવી જોઈએ અને જે પણ ખુલ્લઆમ ભ્રષ્ટ્રાચાર થયેલ છે તેવા સામે પગલા લેવા જોઈએ તેવી પણ માગ ઉઠી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
