News of Tuesday, 25th June 2024
પોરબંદરના વિકાસ માટે નેતાઓના વચનો હજુ હવામાં
ચુંટણી સમયે મતદારોમાં ભ્રમણા ઉભી કરીઃ ઉદ્યોગોને સરકારનું પ્રોત્સાહન નહીઃ જીઆઇડીસીમાં અનેક યુનિટોને બંધઃ મત્સ્યોદ્યોગ ભાંગતો જાય છેઃ પુરતી ગ્રાન્ટ છતા નોંધનીય કામગીરી નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૫: સમયે સમયે ખાસ કરીને ચુંટણી વખતે નેતાઓ દ્વારા વચનો આપી ભ્રમણા ઉભી કરી છે ત્યારે પોરબંદરનો વિકાસ કરો તેવું અત્યાર સુધી સહન કરતા લોકો કહી રહયા છે.
સને ર૦૦૩ માં વર્તમાન ભારતના વડાપ્રધાન શ્રી અને ગુજરાતના ભાજપ સરકારના જે તે સમયના પ્રથમ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ર્સ્વાગી વિકાસ અંગે જાગૃતી દાખવેલ. અનેક પ્રલોભનકારી વિકાસ સંબંધે જાહેરાત કરી તેની શુભ શરૂઆત સર્વ પ્રથમ રાષ્ટ્રપિતા સ્વ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મભુમી તથા યોગેશ્વર શ્રી કૃષ્ણના પરમ બાલ સખા ભકત સુદામાની ભુમીમાં શરદ નવરાત્રીના પ્રારંભે પ્રથમ દિવસે પોરબંદર આવી આદ્યાત્મીક સાધના નવરાત્રી ઉપવાસ સાથે શરૂઆત વિકાસની કરવા સરકારના નામે જાહેર સમારંભ જંગી માનવ મેદની વચ્ચે કરેલ.
આ જાહેરાત પછી ર૧ વરસે પોરબંદર વિકાસની પ્રતિક્ષા કરી રહયું છે. જે વિકાસ બતાવે છે તે ઝાંઝવાના જળ જેવો છે અને તેના તરંગો માત્ર હવામાં ધ્વની બની પ્રસરેલછે. અઢારમી લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાજપ સરકાર શબ્દ ભુલાણો કે અદ્રશ્ય બન્યો. તેનું સ્થાન કહ્યાગરા સ્થાપીત હિતો લીધુ અને સારૂ લગાડવા માટે ખુદ વર્તમાન ત્રીજી વખત કેન્દ્ર એન.ડી.એ. નાગડુ બંધનેથી ભારતના વડાપ્રધાન તરીકે ચુંટાયેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ દામોદરભાઇ મોદીએ ચુંટણી પ્રચારમાં મોદી સરકારની ગેરંટી મોદી ગેરંટીની વિકાસ કામોમાં ગેરંટી શબ્દોના ચુંટણી પ્રચારમાં પોતાના વાયુ પ્રવચનમાં આ ધ્વની ગુંજતો કર્યો પરંતુ તે પહેલા જ એટલે સને ર૦૦૩ ની સાલથી એટલે કે ર૧ વર્ષથી આદરણીય ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પુર્વ મુખ્યમંત્રીશ્રી તરીકે બિરાજમાન હતા તે સમયગાળામાં રાષ્ટ્રપિતા સ્વ.પૂ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મભુમી અને યોગેશ્વર કૃષ્ણના બાલસખા ભકત સુદામાની જન્મભુમીને ૩ મોટા ઉદ્યોગ આપવા જાહેરાત કરી પરંતુ હજુ સુધી જાહેર કરાયેલ કે પણ ઉદ્યોગ પોરબંદર જીલ્લા કે તાલુકામાં શરૂ કરાયેલ નથી. એટલું જ નહી ભુમી પુજન પણ થયું નથી.
જો કે સને ૧૯૮૩ની સાલથી પોરબંદરનો ઔદ્યોગીક વિકાસ રૂંધાતો જાય છે. તે સંબંધે અનેક વખત વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ થયા છે. સરકારમાં પણ રજુઆત પણ થતી રહી છે. જીવંત છે. પરંતુ સ્થાપીત હિતો અને મીલી ભગતોના માધ્યમથી ફાઇલમાં બંધાયેલ છે. કયારેક દોરી બેચાર માસ માટે છુટ્ટી જાય અને પુનઃ બંધાય તેનું કારણ સ્થાપીત હિતો અને તેના મળતીયા સરકારી માધ્યમના મિલીભકતો પોરબંદરના નાગરીકો આશામાં દિવસો પસાર કરે આશ્વાસન લ્યે.
તાજેતરમાં અઢારમી લોકસભાની ચુંટણી પ્રક્રિયા શરૂ થઇ તે પહેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડે એક મહત્વ પુર્ણ નિર્ણય પોરબંદરના બંદરના વિકાસનો પોરબંદરના જાગૃત નાગરીકો પ્રેસ મીડીયાના હેમેન્દ્રકુમાર એચ.પારેખ ઇલેકટ્રોનીક મિડીયાના યુવા પત્રકાર ચેતન ઠકરાર તથા સીનીયર સીટીઝન્સ સ્વ. અને પોરબંદર સમસ્ત નવી બંદર ખારવા જ્ઞાતિના સ્વ. વાણોટ (પ્રમુખ) પ્રાગજીભાઇ નાથાભાઇ તુંબડીયાની વિસ્તૃત મુદાસરની રજુઆત પાંચ વરસની પ્રક્રિયા બાદ ધ્યાને લેવાતા ગાંધીનગર મેરીટાઇમ બોર્ડ દ્વારા રજુઆતના મુદાનાં ૭-૮ સાત અને આઠ ધ્યાને લેવાણા અને ઠરાવ કરી સિધ્ધાંતીક મંજુરી આપવામાં આવી. ત્રણ પ્રક્રિયા બાદ પોરબંદરના દરીયા કાંઠ સુભાષનગરથી કુછડી સુધી અને પોરબંદર ખનીજ સંપતિ વિસ્તારનો સરવે સને. ૧૦ર૪ના જાન્યુઆરી માસથી માર્ચ ર૦ર૪ના આખર માસ સુધી હાથ ધરાયેલ. એક ખાનગી ઉદ્યોગપતિનો ઇશારો છે. ક્રમશઃ ક્રમશઃ યાને તબક્કાવાર કાર્ય હાથ ધરાશે.
આશરે પંદરથી વીસ હજાર કરોડનો આંક છે. પ્રથમ તબકકામાં રૂા. ૧૩ર૦ કરોડ રૂપીયા વપરાશે. દરીયાઇ વિકાસ જાવર કુછડા વચ્ચે જેટ્ટી બનશે. જેમાં વ્યાપારી સંરક્ષણ અને પેસેન્જર જેટ્ટી જો કે સતાવાર જાહેરાતની પ્રતિક્ષા કરવી પડશે. પોરબંદરનો જળસંપતી વ્યાપારી વહેવાર ૧૦૩૪ વર્ષ જુનો છે એટલે કે દશશતક કરતા વધુ જુનો છે. આ માટે પુર્વ કોંગ્રેસ અને વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની મહેનત હોવાની દંતકથા પ્રચલીત બની છે. જો કે તેઓશ્રી દ્વારા કોઇ જાહેરાત કે પ્રક્રિયા આપી નથી. પરંતુ સૌથી મોટો ભય સતાવે છે. સ્થાપીત હીતો સરકાીર મિલીભકતોનું અરસપરસનું ગઠબંધન અને જયા પ્રગતિ સ્વચ્છતા, વિકાસ હોય તો અરાજકતત્વો અને ગુંડાગીરીનો પણ ગંદવાડ તેને કાબુમાં રાખવો પડશે. ટકાવારી દ્વારા અથવા ઉંધડ ખંડણી ખોરોને દુર રાખવા પડશે.
પોરબંદર પાસે અતિ કિંમતી ખનીજ સંપતીનો જથ્થો જે કાચા સોના કરતા પણ કિંમતી ગણાય છે. અખુટ ખનીજ ભંડાર આશરે ર૦૦ વર્ષ સુધી ખુટે નહી તેટલો છે. જુની ઔદ્યોગીક કંપની પાસે આ લીઝની જમીન હતી. ઔદ્યોગીક બંધ પડતા એકવાયર સરકારશ્રીમાં કરેલ છે કે મુળ કંપની પાસે કરારથી માલીકી છે. પરંતુ ખનીજ સંપતીનો વિકાસ થશે તે નિヘતિ છે. તેની પ્રતિક્ષા કરવી પડશે.
છેલ્લા ઘણા લાંબા સમયથી મત્સ્ય ઉદ્યોગને સરકાર પ્રોત્સાહન આપવામાં નિષ્ફળ ગયેલ છે. પોરબંદર પાસે કુદરતી બારૂ ખાડી જુની તથા નવી જેટ્ટી હોવા છતા સરકાર દ્વારા વ્યવસ્થિત કોઇ આયોજન કરવામાં આવેલ નથી. પ્રોત્સાહનનો અભાવ છે. માત્ર સમારંભો ભર્યે અને ભાવણથી કંઇ વળે નહી. કરોડો રૂપીયા પોરબંદરના બંદરના વિકાસમાં ખર્ચ થયા છે. પરીણામ શું? વ્યવસ્થીત આયોજનનો અભાવ છે. તેમજ તેટ્ટી પર વિદેશી કે સ્વદેશી ટુરીસ્ટોની આકર્ષીત કરી શકે.
વ્યાપારી વિકાસ થાય સ્વદેશી તથા વિદેશી હુંડીયામણ પણ સરકારની તિજોરીમાં જમા થાય તેમાંથી વિકાસ કાર્યો હાથ ધરાય. નવી જુની બે જેટ્ટી છે વ્યાપારી ધોરણે વિકાસ જરૂરી છે. સ્થાપીત હિતો અને મિલીભકતોને દુર રાખવા જોઇતો ખોટા વચનો અને આશ્વાસન આપવા બંધ કરવા જોઇએ. નક્કર દિશામાં પગલુ ભરવુ જરૂરી છે. જે સરકારની જવાબદારી છે. વ્યાપારી ધોરણે સરકાર વિકાસનો દાવો કરે છે. મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાતો સાથે હૈયા ધારણ દાવો આગળ કરે છે. તેના બદલે નક્કર દિશામાં પગલા લ્યે.
પોરબંદર જીલ્લા શહેર કે તાલુકામાં ઉદ્યોગકારનો કોઇ કારોબાર નથી. જેના કારણે વિકાસ જ નથી. પોરબંદર જીલ્લા પાસે ત્રણ જીલ્લા પાસે ત્રણ જીઆઇડીસી યાને ઉદ્યોગનગર હોવા છતા ઘણા ઉદ્યોગોને સીલ લાગી ગયા છે. સરકારી પ્રોત્સાહન મળતુ નથી. માત્ર વાતો જ થાય છે.
ત્રણ જીઆઇડીસીમાં બે પોરબંદરમાં એડ નરસંગ ટેકરી ધરમપુર ખાપટ વચ્ચેના સરવે નંબરમાં બીજી રાણાવાવ તાલુકાના વનાણા (રાણા વિરપુર) સરવે નંબર આવેલ છે. ત્રીજી પોરબંદર જીલ્લા અરબી સમુદ્રની પટ્ટી પોરબંદર દ્વારકા કોસ્ટલ હાઇવે -૮(ઇ) મિયાણી નજીક ભાવપરામાં આવેલ છે. જે ગ્રામ્ય જીઆઇડીસી છે તેના વિકાસ થયેલ નથી.કારણ કે સરકારનું કોઇ પ્રોત્સાહન નથી. જેથી બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે.
સરકાર બેરોજગારી નાબુદ કરવાની વાતો કરે છે. માત્ર વાંચવા અને સાંભળવા પુરતી કોઇ પ્રોત્સાહન નથી. કોઇ ઉદ્યોગ સ્થાપવા આગળ આવે તો પ્રોત્સાહન મળતુ નથી. સાચા માર્ગદર્શનનો અભાવ સાથે સ્થાપીત હિતો સરકારી મિલીભકતોએ અજગરની જેમ મોઢુ ખોલીને બેઠા હોય છે. જેની નારાજગી છે. જેથી રોજગારી તક બંધ કવરમાં જ સચવાયેલી રહી છે. બેરોજગારી આમા નાબુદ કયાંથી થાય. સરકારે હકારાત્મક અભિગમ અપનાવેલ હોવા છતા લાભ મળતો નથી. માત્ર પ્રવચન આશ્વાસન કે મુલાકાતોથી મુલાકાતો આપી પેટ ભરાતુ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ઉદ્યોગ વિકસીત નથી સરકારી પ્રોત્સાહનો પુરતો અભાવ જાય છે. ખેતી વિકાસનો પોકળ દાવો આગળ ધરી સસ્તી પ્રસિધ્ધી સરકાર મેળવે છે. જેમ કે સરકાર જાણે .
મત્સ્ય ઉદ્યોગનો ધંધો ગુજરાતનો ભાંગી પડેલ છે. સરકાર આ વાત સારી રીતે જાણે છે. પરંતુ મત્સ્ય ઉદ્યોગને બેઠો કરવા સરકારનું પ્રોત્સાહન હોવા છતા સ્થાપીત હિતો અને મિલીભકતોના કારણે આ ઉદ્યોગ જીવંત હોવા છતા મરણ પથારીએ પડેલ છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા બેકારીમાં સપડાયેલ છે. ને સપડાતા જાય છે. પ્રોત્સાહન મળતુ નથી. રોજગારીની પુરતી તક હોવા છતા લાભ મેળવી શકતા નથી.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
