<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

બાંટવા નજીક ઇનોવા કારમાં ૫૭૫ બોટલ દારૂની હેરાફેરીનો પર્દાફાશ

સ્‍ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહી : ૫.૦૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે : બુટલેગરો ફરાર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : બાંટવા પાસેથી એસએમસીની ટીમે ઇનોવા કારમાં ૫૭૫ બોટલ દારૂની હેરાફેરીનો પર્દાફાશ પકડી પાડી ૫.૦૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે આ કાર્યવાહીમાં બૂટલેગરો ફરાર થઇ ગયા હતા.

ગાંધીનગર સ્‍થિત સ્‍ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એ. વી. પટેલ, હેડ કોન્‍સ્‍ટેબલ કે. એ. નંદાણીયા સહિતનો સ્‍ટાફ બુધવારની વહેલી સવારે પેટ્રોલિંગમાં હતો.

ત્‍યારે બાંટવાનાં લાખા ગોગન કોડિયાતર અને તેનો પાર્ટનર માણાવદર તાલુકાના થાપલા ગામનો સાજણ ભીલા કોડીયાતર જીજે ૦૮ આર ૯૮૯૮ નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્‍થો ભરી બાટવામાં આવેલ પોતાના ઘર પાસેથી તેના માણસ મારફત બાટવાથી એકલેરા ગામ તરફ જતા રોડ ઉપર ખુલ્લી જગ્‍યામાં દિવાલ વાળા કમ્‍પાઉન્‍ડમાં દારૂની હેરાફેરી કરવાના હોવાની અને બંને પાર્ટનર બાઈક પર આજુબાજુના રોડ ઉપર પેટ્રોલિંગ કરતા હોવાની હકીકત મળતા બાતમી વાળી જગ્‍યાએ એસએમસી ટીમ ખાનગી વાહનમાં ધસી ગયા હતા. પરંતુ વાહનની લાઈટ જોઈને ૨ શખ્‍સ કાર મૂકીને તેની ચાવી સાથે બાઈક પર નાસી ગયા હતા.ᅠ

જોકે સ્‍થળ પરથી મળી આવેલી કાર ટોઈંગ કરી બાંટવા પોલીસ સ્‍ટેશન ખાતે લઇ જઇ ચાવી કાર ખોલતા કારમાંથી રૂપિયા ૨,૦૮,૭૬૫ની કિંમતના ઇંગ્‍લિશ દારૂની ૫૭૫ બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૫,૦૮,૭૬૫નો મુદ્દામાલ કબજે લઇ લાખા ગોગન, સાજણ ભીલા, કારનો ચાલક અને માલિક સહિત ૪ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(10:02 AM IST)