તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Thursday, 27th June 2024
ઉના પાસે સવા લાખનો દારૂ ઝડપાયો
ઇકો કારનું ચેકીંગ કરતા પ્લાસ્ટીકના બાચકાઓમાંથી ઇંગ્લીશ દારૂની ૧૪૭પ બોટલો મળી આવી

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૭: નજીકના માઢ ગામના પાટીયા પાસે પોલીસે ઇકો કારનું ચેકીંગ કરતા પ્લાસ્ટીકના બાચકામાંથી ઇંગ્લીશ દારૂની ૧૪૭૪ બોટલો કિ. રૂા. ૧,૧૮ લાખનો મળી આવ્યો હતો. પોલીસે ઇકો કારના ચાલકની અટક કરીને પુછપરછ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ વડા મનોહર સિંહ જાડેજા ની સૂચના થી ઊના પોલીસ સ્ટેશન ના પી.આઇ. મહેન્દ્ર સિંહ એન રાણા અને સર્વેલન્સ સ્કવોરડ ના પી. એસ આઈ. આર. પી. જાદવ અને એ.એસ.આઇ. ધર્મેન્દ્ર સિહ પરમાર, દિલીપ અશોક ભાઈ સાંખટ, જોરૂભા મકવાણા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઇ નારણ ભાઈ છેલના, વિજય દુદા ભાઈ ચોહાણ પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળેલ કે એક મોટર મા વિદેશી દારૂ નો જથ્થો લઇ જવાઇ રહીયો છે તેથી માઢ ગામ ના પાટિયે વોચ ગોઠવી હતી. કાજરડી ગામ થી કાચા રસ્તે માઢ ગામ તરફ આવતી એક ઇકો મોટર કાર નંબર GJ 11CD 9543ને રોકવી કાર ચાલક રાજ જેન્તી ભાઈ ચોહાણ રે. દેદા ની દેવળી તા. કોડીનાર ની પૂછ પરછ કરતા મોટર કાર ની તલાસી લેતાં મોટર કાર મા પ્લાસ્ટિક ના બાચકા મા છૂપાવી લઇ જવાતો પર પ્રાંત નો ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડ ની બોટલ નગ ૧૪૭૪ રૂપિયા ૧લાખ ૧૮હજાર રૂપિયા તેમજ મોબાઈલ ફોન અને મોટર કાર ની કિંમત મળી કુલ ૩લાખ ૭૧હજાર ૫૦૦/ ના મુદામાલ સાથે પકડી પૂછ પરછ કરતા બીજા આરોપી સચિન ડોડીયા રે. ડોળાસા તા. કોડીનાર નું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
