<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ચોમાસાના આગમન પહેલા આવક ઘટતા શાકભાજીના ભાવ ઉંચકાયા

બજેટના કારણે ૧ થી ૨ કિલો શાકભાજી ખરીદનારા અઢીસોથી ૫૦૦ ગ્રામ ખરીદવા લાગ્‍યા

રાજકોટ,તા. ૨૭: માળીયા હાટીના તાલુકાના ચોરવાડ તેમજ કુકસવાડા વિસ્‍તારમાં શાકભાજીના ભાવમાં છેલ્લા ૧૫ દિવસમાં વધારો જોવા મળતા તેની સીધી અસર ગળહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે. ચોમાસાના આગમન પહેલા જ શાકભાજીની આવકમાં ઘટાડો થતા તમામ શાકભાજીના ભાવ ઉંચકાયા છે.કુકસવાડા તથા ચોરવાડ પંથકમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજી પહેલા લોકો ૧ થી ૨ કિલો ખરીદતા હવે પરંતું હવે બજેટને ધ્‍યાનમાં રાખીને ૨૫૦થી ૫૦૦ ગ્રામ જ ખરીદી રહ્યા છે. એક કિલો બટેટા ૧૭૦, મેથીના ૨૦૦, ભીંડો ૮૦ થી ૧૦૦, ગવાર ૧૦૦ થી ૧૨૦, ટામેટા ૮૦થી ૧૦૬, રીંગણાના ૪૦ થી ૬૦, ચોળા રુપિયા ૧૦૦ થી ૧૨૦ જોવા મળી રહ્યા છે.શાકભાજીના વેપારીએ જણાવ્‍યું કે, શ્નચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે થઇ ને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

(11:26 AM IST)