News of Thursday, 27th June 2024
વાંકાનેરના જામસર પાસે અજાણ્યા પુરૂષની લાશ મળીઃ વાલી- વારસની શોધ

વાંકાનેરઃ તાલુકા પો.સ્ટે. વિસ્તારના જામસર ગામ પાસે લખમણભાઇ રૂપાભાઇ મકાન પાસે ખેતરમાં તા.૨૪/૦૬/૨૪ ના રોજ મરણજનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૩૦ થી ૪૦ વાળાની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હોય. મરણ જનારે શરીરે આસમાની કલરની બાયુ વગરની અંડરવેર તથા વાદળી કલરનો નાઇટી ચડ્ડો પહેરેલ છે. મરણજનારના ડાબા હાથની કલાઇ પર અંગ્રેજીમાં એમ.એ.એ. બી. જગનીયા ત્રાજવાથી ત્રોફાવેલ છે. માથા પર કાળા તથા સાઇડમાં સફેદ વાળ તથા દાઢીમાં ટુકા સફેદ વાળ છે. આંખો નાની તથા મોઢુ લાંબુ તથા હાથના આંગળા વાંકા વળી ગયેલા છે. ઉંચાઇ આશરે પ થી ૬ ફુટ છે. વાને ઘઉંવર્ણો છે. સદરહું મરણ જનારના વાલી વારસ હોય તો (૧) ત.ક.અ. એલ.એ. ભરગા મો.નં.૭૬૨૧૯ ૫૮૧૫૬ તથા (ર) વાંકાનેર તાલુકા પો.સ્ટે. ફોન નં.૦૨૮૨૮-૨૨૦૬૫ ઉપર જાણ કરવા અપીલ કરાઇ છે.(તસ્વીરઃ મહમંદ રાઠોડ, વાંકાનેર)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
