<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જામનગરના પક્ષી પ્રેમી દ્વારા ખેડુત ભાઇઓને બાજરાના ડુંડા વાવવાની અપીલ

જામનગરઃ સૌરાષ્‍ટ્રના લગભગ દરેક જિલ્લા તાલુકામાં મૌસમનો પ્રથમ વરસાદ થયો છે અને ખેડુતો દ્વારા વાવણીનો પણ પ્રારંભ થઇ ચુકયો છે. ત્‍યારે ખેડુત મિત્રો દ્વારા ખેતર કે વાડીના સેઢા પર બે લાઇન જુવાર કે બાજરીની વાવી પક્ષીઓને મદદરૂપ બનવા ફિરોજખાનએ અપીલ કરી છે. આ વાવેતરથી પક્ષીઓને ખોરાક અને રહેઠાણ માટેના રેસા-પાંદડા પણ પ્રાપ્ત થશે અને પ્રકૃતિને બચાવવા તરફનું એક ઉમદા કાર્ય પણ થશે.અને કેટલાય પક્ષીઓ પાકમાં થતી જીવાતો પણ ખાઇને ખેડુતોના પાકને થતુ નુકશાન પણ અટકાવી શકશે. પક્ષીઓ આ પ્રકૃતિમાં અનેક પ્રકારના પોલીનેશનનું કાર્ય પણ કરતા હોય છે જે એકંદરે માનવી અને પશુ પક્ષી તમામ માટે આશીર્વાદ રૂપ હોય છે.

(1:40 PM IST)