તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 27th June 2024
કચ્છમાં હીટવેવના કારણે સ્કૂલની ૧૩ છાત્રાઓને થઈ ગભરામણ
તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ : વાલીઓની દોડધામ : :મુન્દ્રાની સીકેએમ સ્કૂલની છાત્રાઓને ડીહાઇડ્રેશનનો શિકાર: -ડૉ મંથન ફફલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : મુન્દ્રા શહેર માં આજે સવાર થી જ ભારે બફારો અને સખત ગરમી ના કારણે લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા ત્યારે શહેર માં આવેલ સી કે એમ કન્યા વિદ્યાલય ની ૧૪ જેટલી છાત્રાઓ ને ડીહાઇડ્રેશન અને હીટવેવ ના કારણે તબિયત બગડી હતી અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સ માં આ છાત્રાઓ ને મુન્દ્રા ની જનરલ હોસ્પિટલ માં રિફર કરાઈ હતી. ભારે ગરમી ના કારણે હોસ્પિટલ માં છાત્રા ઓને ગભરામણ થતી હતી અને સરકારી હોસ્પિટલ ના મુખ્ય તબીબ ડૉ મંથન ફફલ અને તેમની સમસ્ત ટીમ એ છાત્રાઓને તાત્કાલિક સારવાર આપી હતી.
ભારે બફારા વચ્ચે આ છાત્રાઓ માટે હોસ્પિટલ સ્ટાફ ના હકૂમતસિંહ જેઠવા એ તાત્કાલિક ઠંડા પીણા ની વ્યવસ્થા કરી હતી ..
આ દરમ્યાન આરડી ટ્રસ્ટ ના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર અને માનદ મંત્રી વિશ્રામ ભાઈ ગઢવી તાત્કાલિક જનરલ હોસ્પિટલ પહોંચી છાત્રાઓના ખબર અંતર પૂછ્યા હતા અને જણાવ્યું હતું કે ગરમી ના કારણે સ્કૂલ એક બે દિવસ બંધ રાખવા નું વિચારી રહ્યા છે ..
તેમજ વિશ્રામ ભાઈ ગઢવી એ જણાવ્યું કે તમામ છાત્રા ઓની તબિયત સ્વસ્થ છે ..
મુન્દ્રા બારોઇ નગરપાલિકા ના પ્રમુખ રચનાબેન જોશી અહીં સરકારી હોસ્પિટલ માં પહોંચી આવ્યા હતા અને ગભરાયેલી છાત્રાઓ ને તેમજ તેમના વાલીઓ ને આશ્વાસન આપ્યું હતું.
હોસ્પિટલ ના મુખ્ય તબીબ ડૉ મંથન ફફલ એ જણાવ્યું હતું કે કુલ ૧૩ છાત્રાઓ માંથી ૬ છાત્રાઓને અદાણી હોસ્પિટલ માં રિફર કરાઈ છે અને સારવાર મળતા તેમની તબિયત સ્વસ્થ છે ..
મુન્દ્રા શહેર ભાજપ ના સંજય ઠક્કર અને તેમની ટીમ એ એ ૬ છાત્રાઓને તેમની ગાડી માં અદાણી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર મલી જતા તમામ સ્વસ્થ છે ...
અહીં હોસ્પિટલ માં શહેર ભાજપ ના પ્રમુખ સંજય ઠક્કર દિલીપ ગોર ,કનૈયા ગઢવી ,ધ્રુવરાજ સિંહ ચુડાસમા ,શાંતિલાલ મોતા ,ડાહ્યાલાલ ગોહિલ ,હોસ્પિટલ પહોંચી આવ્યા હતા તેમજ સ્કૂલ ના વાલી મંડળ ના પ્રવીણ રાઠોડ અને હરેશ મોથારિયા હોસ્પિટલ માં પહોંચી આવ્યા હતા. એક તબક્કે વાલીઓમાં ચિંતાના કારણે દોડધામ મચી હતી. (તસવીરોઃ રાજ સંઘવી, મુન્દ્રા)
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
