News of Thursday, 27th June 2024
કેસર કેરીની સીઝન પૂરી થવા તરફ : ગોંડલ યાર્ડમાં આજે 4341 બોક્સ કેરીની આવક : 10 કિલો બોક્સનો ભાવ 800 થી 1400 રૂપિયા
ગોંડલ યાર્ડમાં જુદી જુદી કેરી ની સાથો સાથ ફળો અને શાકભાજીની પણ આવક

ગોંડલ તા.૨૭ : માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી છે. આજે કુલ 4341 બોક્સ કેરીની આવક થઈ છે.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 800 થી 1400 રૂપિયા રહ્યો.
દશેરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા રહ્યો.
લંગડો કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 600 રૂપિયા રહ્યો.
કેરીની આજે શું આવક થઈ
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 2597 બોક્સની આવક થઈ.
દશેરી કેરીના 247 બોક્સની આવક થઈ.
લંગડો કેરીના 1497 બોક્સની આવક થઈ છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
