તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 27th June 2024
નખત્રાણામાં અનરાધાર વરસાદ ખાબકતા બજારમાં નદી વહી: પાણીનો ધસમસતો પ્રવાહ : પૂર જેવા દ્રશ્યો :બાઇક ચાલક તણાતા-તણાતા બચ્યો : જુઓ વિડીયો
નખત્રાણામાંથી પસાર થતા માર્ગો પર ભારે પાણી ફરી વળ્યા : માર્ગો પાણીમાં ગરકાવ:નખત્રણાણા-ભુજ હાઇવે બંધ

Kutch Heavy Rain: કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ, બજારોમાં જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો, બાઇક ચાલક તણાતા-તણાતા બચ્યો https://t.co/8zLcOGfR9L#Gujarat #heavyrain #kutch #Nakthrana #rain pic.twitter.com/jd700Aer2p
— Gujarati Jagran (@gujaratijagran) June 27, 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આજે કચ્છના નખત્રણામાં ધોધમાર વરસાદના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરની બજારોમાં જાણે કે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. પાણી પ્રચંડ પ્રવાહમાંથી પસાર થતી વખતે એક બાઇક સવાર તણાતા માંડ-માંડ બચ્યો હતો.
વાતાવરણમાં પલટો આવ્યા બાદ નખત્રાણા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં ઘણા સ્થળોએ પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે નખત્રાણાની મુખ્ય બજારમાંથી પ્રચંડ પ્રવાહ સાથે જાણે નદી વહી રહી હોય તેવું જોવા મળ્યું હતું. મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારી અટવાયા હતા.
નખત્રાણામાંથી પસાર થતા માર્ગો પર ભારે પાણી ફરી વળ્યા હતા. માર્ગો પાણીમાં ગરકાવ થઇ જવાથી નખત્રણાણા-ભુજ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. એક તરફ રસ્તા પર પાણી વહી રહ્યાં હતા ત્યારે એક બાઇક સવાર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો અને પાણીના પ્રવાહમાં ઘૂસી ગયો હતો. જોકે પાણીનો વેગ વધુ હોવાથી બાઇક સવાર અધવચ્ચે અટવાઈ ગયો હતો. જોકે એ સમયે સ્થાનિક લોકોએ બાઇક સવાર બે લોકો અને બાઇકને બહાર કાઢ્યા હતા
આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. આજે બપોર બાદ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સોમનાથ,ભુજ સહિતના વિસ્તારોમાં મુછડાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. ભુજ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
