News of Friday, 28th June 2024
મોરબીના શનાળા બાયપાસ નજીક બનેલ આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ.
શહેર કોંગ્રેસ પ્રમુખે કલેકટરને આવેદન આપ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરમાં શનાળા બાયપાસ નજીક બનાવવામાં આવેલ આવાસ યોજનાના કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ કામધેનું પાસે સરકારી આવાસ યોજના અંતર્ગત અંદાજે ૮ થી ૧૦ વર્ષ પહેલા બાંધકામ કરવામાં આવેલ ચેહ આવાસ યોજનાના કામ માટે સરકાર દ્વારા ૧૦૦ કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી હતી છતાં નેતાઓ, કોન્ટ્રાકટર અને મળતિયાઓ લાંબા સમય સુધી અડીખમ રહે તેવા આવાસ નહિ પરંતુ લાંબા સમય સુધી તેનું ખિસ્સું ભરેલ રહે તેવા એકમાત્ર હેતુથી મોટા પાયે ગેરરીતી અને ભ્રષ્ટાચાર આચરી આવાસ યોજનાનું બાંધકામ કરાવ્યું છે
આવાસ યોજનામાં કામમાં રાજકીય નેતાઓ, કોન્ટ્રાકટર અને મળતિયાઓ દ્વારા ગેરરીતી, ભ્રષ્ટાચાર આચરી કામ પૂર્ણ કરેલ છે અંદાજે ૮ થી ૧૦ વર્ષ જેટલો સમયગાળો થયો છે અને બાંધકામ જર્જરિત થઇ ગયું છે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ? સરકાર દ્વારા ૧૦૦ કરોડથી વધુના ખર્ચ બનાવવામાં આવેલ આવાસના કામમાં કોન્ટ્રાકટર તેમજ મળતિયાઓ દ્વારા આવાસનું કામ લોટ, પાણીને લાકડા જેવું કરવામાં આવેલ છે જેથી ગેરરીતી અને ભ્રષ્ટાચારમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાકટર અને મળતિયા સામે સખ્ત કાર્યવાહી કરી પગલા લેવા માંગ કરી છે
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
