<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

મોરબીમાં રીક્ષામાં બેસેલ મુસાફરના ખિસ્સામાંથી રોકડ સેરવી લેનાર મહિલા સહિત બે ઝડપાયા.

ચોરીમાં ગયેલ રોકડ રૂ ૫૦ હજાર, સીએનજી રીક્ષા જીજે ૦૩ બીએક્સ ૬૧૬૮ કીમત રૂ ૭૦ હજાર અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ઉલટી કરવાના બહાને નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રૂ ૫૦ હજાર ચોરી કરી નાસી ગયા હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી અને બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ રીકવર કર્યો છે

મોરબી માર્કેટિંગ યાર્ડ પાસેથી આધેડને રીક્ષામાં બેસાડી વાતચીત કરી ઉલટી ઉબકાનું નાટક કરી નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રૂ ૫૦ હજારની રોકડ રકમ ચોરી કરી આરોપીઓ રીક્ષા લઈને નાસી ગયા હતા ગત તા. ૨૪ જુનના બનેલા બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં એલસીબી ટીમે સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી સીએનજી રીક્ષા જીજે ૦૩ બીએક્સ ૬૧૮૬ માં ગુનાને અંજામ આપનાર એક સ્ત્રી અને રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લઈને પૂછપરછ કરતા બંને લોકો તથા અન્ય બે લોકો મળીને ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી હતી
જેથી પોલીસે આરોપી ઈરફાન મહમદ અબુમિયા બુખારી રહે રાજકોટ અને કાંતાબેન હરિભાઈ ડાભી રહે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી એમ બે ને  ઝડપી લઈને ચોરીમાં ગયેલ રોકડ રૂ ૫૦ હજાર, સીએનજી રીક્ષા જીજે ૦૩ બીએક્સ ૬૧૬૮ કીમત રૂ ૭૦ હજાર અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી ગયઢો ઉર્ફે ગઢો હરિભાઈ ડાભી અને કિશન મગન પાંભણીયા (રહે બંને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી વાળા) નું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

(1:03 AM IST)