News of Friday, 28th June 2024
લીંબડી પાસે કન્ટેનર બ્લાસ્ટમાં મૃતકો મુસ્લિમ પિતા-પુત્ર હોવાનું ખુલ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૮: લીંબડી-અમદાવાદ હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ડમ્પર ચાલકે પાછળથી કન્ટેનરને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળ.ે પહોંચી હતી. ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં બે મૃતકો પિતા-પુત્ર હોવાનું ખુલ્યું છે.
આ ઘટનામાં આમીનભાઇ આદમભાઇ આકડા (૧૮ વર્ષ) અને તેના પિતા આદમભાઇ મહંમદભાઇ આકડા (૪પ વર્ષ)નું જીવતા સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે ઇજાગ્રસ્ત વ્યકિતને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી. યુ. શાહ હોસ્પિટલમાંથી રાજકોટ ખસેડેલ છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
