News of Saturday, 29th June 2024
રાજ્યના વિકાસશીલ પોર્ટ સીટી મુન્દ્રાની કફોડી હાલત મુદ્દે કોંગ્રેસની તાળાબંધી
નવી પાલિકાની રચના બાદ પ્રજાકીય કામો અટવાયા, ભાજપના વહીવટ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ, ચાર ઓફિસોને લગાવ્યા તાળા

ભુજ: દેશના અને રાજ્યના દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે વિકાસના નવા આયામો સર કરનાર કચ્છના પોર્ટ સીટી મુન્દ્રાની હાલત કફોડી છે. આહી નવી પાલિકા બન્યા પછી પણ લોકોની જાહેર સુવિધાના પ્રશ્નો ન ઉકેલાતા કોંગ્રેસે આકરો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ધુંવાફુંવાં થયેલા કોંગ્રેસ ના વિપક્ષી નેતા અને કોંગી કાઉન્સિલરોએ સુધરાઇ ની ચાર ઓફિસ ને તાળા બંધી કરી હતી.
મુન્દ્રા બારોઇ રોડ પર સ્ટ્રોમ વોટર --વરસાદી પાણીના નિકાલ અને ગટર યોજના ના કામો ચાલી રહ્યા છે ત્યાં પહોંચેલા મુન્દ્રા બારોઇ નગરપાલિકા ના કોંગ્રેસ ના વિપક્ષી નેતા ઈમરાન જત અને કોંગ્રેસ ના કાઉન્સિલરોએ સ્થળ ઉપર સ્ટ્રોમ વોટર તેમજ ગટર ના ખુલ્લા ખાડા જોઈ હોબાળો બોલાવ્યો હતો. સુધરાઇ ના સંબંધિત એન્જીનીયર ને સ્થળ પર બોલાવો આ કામો ની ગુણવતા અંગે માહિતી મેળવી હતી.
વિપક્ષી નેતા ઈમરાન જતએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ચોમાસા ની સિઝન માં આ ખુલ્લા ખાડા કોઈ નો જીવ લેશે અને અબોલ જીવો પણ આ ખાડા માં પડી શકે છે ..તેમણે જણાવ્યું કે સુધરાઇ ના જ્યાં કામો થાય છે ત્યાં એન્જીનિયરો હાજર રહેતા નથી સાઈટો પર સુપરવાઈઝર હાજર રહેતા નથી ,ગટર ની ચેમ્બર ના કામ માં ભ્રષ્ટાચાર થયો છે અને કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત થી કામો થતાં નથી.
ત્યાર બાદ કોંગ્રેસ ની ટીમ મુન્દ્રા બારોઇ નગરપાલિકા પહોંચી હતી અને ભારે દેકારો મચાવ્યો હતો ..
મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજા ,સુધરાઇ ના વિપક્ષી નેતા ઈમરાન જત,ભગુભા જાડેજા એ સુધરાઇ પ્રમુખ ની ચેમ્બર ,ચીફ ઓફિસર ની ચેમ્બર ,બાંધકામ ની ચેમ્બર સહિત ચારકુલ ચાર ઓફિસો ને તાળાબંધી કરી હતી ..
અને સુધરાઇમાં સુખદેવ સિંહ જાડેજા પાસે સ્ટ્રોમ વોટર અને ગટરના કામોમાં થતાં ભ્રષ્ટાચાર તેમજ નબળી ગુણવતા વાળા કામ ને લઈ રજૂઆતો કરી હતી
તેમજ કોંગ્રેસ ના કાઉન્સિલરો એ જણાવ્યું હતું કે ખાવડા બેકર્સ પાસે ગટર ના પાણી દુકાનો નજીક તેમજ બાજુના મંદિર સુધી પહોંચ્યા હતા.
નગર અધ્યક્ષા રચના બેન જોષી એ જણાવ્યું કે નગર માં ગટર અને પાણીના કરોડો ના વિકાસકામો થયા છે ,અને મુન્દ્રા બારોઇ નગર પાલિકા માં ગ્રાઉન્ડ લેવલ ના માળખાકીય કામો થતાં હોવા થી થોડી તકલીફ સહન કરવા શહેરીજનો ને અપીલ કરી હતી ,
તેમણે જણાવ્યું કે જ્યાં વિકાસના કામ થતાં હોય ત્યાં વિપક્ષ વિરોધ કરી રહ્યો છે.
મુન્દ્રા સુધરાઇ ના કોંગ્રેસ ના કાઉન્સિલર જાવેદ પઠાણ ,કાનજી સોંધરા ,ભરત પાતારિયા, અનુબાપાખત્રી તેમજ મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર લસિંહ જાડેજા ,ભગુભા જાડેજા ,હરેશ મોથારિયા ,ફારૂક સુમરા વિરોધમાં જોડાયા હતા. (તસવીરોઃ રાજ સંઘવી, મુન્દ્રા)
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
