News of Monday, 1st July 2024
રાજકોટ જિલ્લામાં સવાર સુધીમાં ઝાપટા થી માંડીને ત્રણથી ચાર ઇંચ સુધી વરસાદ પડી ગયો: કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો

સવાર સુધીમાં રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં અનરાધાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જિલ્લાના જામકંડોરણા અને ધોરાજી ખાતે ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો છે.
અત્યારે સવારે ૭.૩૦ વાગ્યે રાજકોટમાં વરસાદ રહી ગયો છે, જોકે વાતાવરણ એકરસ વાદળાઓથી છવાયેલું છે.
જ્યારે ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં કચ્છના મુન્દ્રામાં પાંચ ઇંચ, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં ચાર ઇંચ, મોરબી ત્રણ જ્યારે ભુજ અને ખંભાળીયામાં અઢી ઇંચ વરસાદ પડી ગયેલ. સૌરાષ્ટ્રમાં અન્યત્ર પણ વરસાદ પડ્યાના અહેવાલો મળે છે. નિતીન પારેખ અકિલા રાજકોટ.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
