<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કચ્છમાં ખાખી ઉપર દાગ: પોલીસ જીપ ઉપર થાર જીપ ચડાવવાનો પ્રયાસ કરનાર વોન્ટેડ

બુટલેગર અને સીઆઈડી ક્રાઇમના લેડી પોલીસ વચ્ચે સબંધોની તપાસ કરાશે: ડીએસપી સાગર બાગમાર : ૬ ગુનામાં વોન્ટેડ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઈમના લેડી હે.કોન્સ્ટે. નીતા વશરામ ચૌધરીના રિમાન્ડ મેળવવા તજવીજ, બિયરના ખુલ્લા ટીન મળ્યા

ભુજ : ગત રાત્રે સામખિયાળી ભચાઉ વચ્ચે પૂર્વ કચ્છ એલસીબી અને ભચાઉ પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની થાર જીપ રોકવાનો પ્રયાસ કરતી વેળાએ પોલીસ પાર્ટી ઉપર જીપ ચડાવવાનો પ્રયાસ કરવાના ચકચારી મામલામાં તેની સાથે સીઆઈડી ક્રાઈમની લેડી હેડ કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી ઝડપાતાં આ બનાવે રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ સર્જ્યો છે. ખાખી વર્દી સામે સવાલ સર્જતા આ બનાવમાં થાર જીપમાંથી બીયર ના ટીન પણ ઝડપાયા હતા.

    આ ચકચારી બનાવ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે બપોરે ગાંધીધામ એસપી કચેરી મધ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એસપી શ્રી બાગમારે જણાવ્યું હતું કે, ઝડપાયેલ યુવરાજસિંહ ૬ ગુનામાં વોન્ટેડ છે. તેની ઉપર બીજા પણ અનેક કેસ છે. જ્યારે સીઆઈડી ક્રાઈમના હે.કો. નીતા ચૌધરી પણ એ સમયે થાર જીપમાં હતા. લેડી પોલીસ કર્મી અને બુટલેગર આરોપી વચ્ચે શું સબંધ છે એની પોલીસ તપાસ કરશે

. થાર જીપની માલિકી અંગે પણ તપાસ કરાશે. હાલે બન્ને આરોપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ આ સમગ્ર બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરશે.

(6:54 PM IST)