<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ધનાધન વરસાદથી રાજકોટ-મોરબી-દ્વારકા જીલ્લાના ડેમમાં ૦ાા થી ૪ ફુટ નવા પાણીની આવક

આજી-૧ની સપાટી ર૧ાા ફુટે પહોંચીઃ સાની-શેઢા ભાડથરી ડેમ ઉપર અનરાધાર ૪ થી પ ઇંચ : ભાદર-રમાં ધોધમાર ૪ ફુટ ઠલવાયું: છાપરવાડીમાં સવા ત્રણ ફુટ પાણી આવ્‍યું : જામજોધપુર પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગઃ પાંચ ઇંચ વરસાદ શેઠવડાળા, સમાણા, નરમાણા, ધ્રાફા સહિતના વિસ્‍તારોમાં પાંચ ઇંચ ધોધમાર વરસાદઃ નદીઓ બે કાંઠે વહેતી થઇ, ખેતરો તળાવમાં ફેરવાયાં

રાજકોટ, તા.,૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘસવારી જામી છે. અમુક વિસ્‍તારોમાં ભારે વરસાદ પડયો છે. તો કયાંક માત્ર ઝાપટા પડયા છે. દરમિયાન છેલ્લા ર૪ કલાકમાં ધનાધન વરસાદથી રાજકોટ-મોરબી તથા દ્વારકા જીલ્લામાં ૧૩ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. ભાદર-ર ડેમમાં ધોધમાર ૪ ફુટ નવુ પાણી આવ્‍યું છે. છાપરવાડીમાં સવા ત્રણ ફુટ નવુ પાણી આવતા સપાટી હવે જીવંત બની છે. ભાદર-ર ડેમની જીવંત સપાટી ૬ ફુટને વટાવી ગઇ છે. રાજકોટના આજી-૧ માં ૦.૧૩ ફુટ નવુ પાણી આવતા જીવંત સપાટી ર૭.૬૦ ફુટે પહોંચી છે. ડેમના આંકડા મુજબ છે.

દ્વારકાના સાની ડેમ ઉપર અનરાધાર પ ઇંચ તો શેઢા ભાડથરી ડેમ ઉપર ૪ ઇંચ વરસાદ પડયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ      છેલ્લા ર૪ કલાકમાં             હાલની જીવંત

                                      થયેલ વધારો ફુટમાં     સપાટી ફુટમાં

મોજ                ૦.૯૮             ર૭.૦૦

ફોફળ               ૦.પ૯            ૧૦.૪૦

આજી-૧            ૦.૧૩             ર૧.૬૦

આજી-ર             ૦.ર૩             રપ.૮૦

સુરવો              ૦.૩૩             -

ન્‍યારી-ર            ૦.૩૩             ૧૧.૮૦

છાપરવાડી          ૩.ર૮             ૦.૮૦

ભાદર-             ૩.૯૪             ૬.૧૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-ર            ૦.૬ર             ૧ર.૮૦

ડેમી-ર             ર.૬ર              -

ઘોડાધ્રોઇ           ૦.૬૬             ૯.૬૦

બ્રાહ્મણી            ૦.૩૦             ૧૦.૩૦

બ્રાહ્મણી-ર          ૦.૪૯             ૧ર.૦૦

દ્વારકા જીલ્લો

ઘી      ૧.રપ  ૩.૮૦.

(11:24 AM IST)