<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો.ની સંપૂર્ણ માહિતી આંગળીના ટેરવેઃ મેમ્‍બર ડીરેકટરી-ર૦ર૪નું વિમોચન

રાજકોટઃ શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશન સાથે ર૭૦૦ થી વધુ જોડાયેલા દરેક સભ્‍યોને વ્‍યાપાર અને ધંધાકીય ક્ષૈત્રે ઉતમ તકો મળી રહે અને સભ્‍યોના એકમોની કામગીરી રાષ્‍ટ્રીય આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે નામના થઇ શકે તેમજ વધુને વધુ પ્રગતિશીલ બની શકે એવા હેતુસર શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશનની સંપૂર્ણ માહિતી સભર ‘‘મેમ્‍બર ડિરેકટરી-ર૦ર૪'' તૈયાર કરવામાં આવેલ જેનું વિમોચન શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશન વીરજીભાઇ નારણભાઇ ટીલારા ઓડીટોરીયમ-શાપર ખાતે સંસદ સભ્‍યશ્રી પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળા ની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ. આ તકે અસોશીએશનનાં પ્રમુખશ્રી કિશોરભાઇ પટેલ, હોદેદારો, કારોબારી સભ્‍યોતેમજ વિવિધ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશનનાં પ્રમુખ પ્રવીણભાઇ જસાણી, મનસુખભાઇ પાણ, નરેન્‍દ્રભાઇ પાંચાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, જયંતીભાઇ સરધારા, દિનેશભાઇ હદવાણી, ભરતભાઇ ટીલવા, જયેશભાઇ સોરઠીયા, યશભાઇ રાઠોડ, રાજકોટ મહાનગરપાલિકા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાપર સરપંચ જયેશભાઇ કાકડીયા તેમજ શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના ઉદ્યોગકાર મિત્રોએ હાજરી આપેલ હતી.

(11:40 AM IST)