<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કુતિયાણામાં ૫ કલાકમાં મૂશળધાર ૬ ઇંચ

ગઇકાલે મધ્‍યરાત્રી બાદ શરૂ થયેલ વરસાદ સવાર સુધી ચાલુ રહ્યોઃ ખેડૂતોને લાંબો સમય રાહ જોવડાવ્‍યા બાદ મેઘરાજાનાં ધમાકેદાર આગમનથી સર્વત્ર ખુશાલી

(નલીન છુછિયા દ્વારા) કુતિયાણા,તા. ૧: લાંબો સમય રાહ જોવડાવ્‍યા બાદ ગઇ કાલે મધ્‍યરાત્રી બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા અને ૫ કલાકમાં ૬ ઇંચ મુશળધાર વરસાદ વસી જતા સર્વત્ર ખુશાલી છવાય ગઇ છે.

કુતિયાણામાં ગઇ કાલે રાત્રીના ૧:૩૦ વાગ્‍યાથી આસપાસ જોરદાર વરસાદ પડવાથી શરૂઆત થઇ હતી અને રાત્રીના ૧:૩૦ થી સવારે ૬:૩૦ સુધીમાં ૬ ઇંચ વરસાદ વરસી ગયો હતો. તેમ મામલતદાર કચેરીથી આજે સવાર જણાવ્‍યુ હતું.

પોરબંદર જિલ્લામાં પોરબંદર શહેર, રાણાવાવ અને બરડા પંથકમાં ચોમાસાનું સમયસર આગમન થયુ હતું. પરંતુ ૧૫ થી ૨૦ દિવસ સુધી કુતિયાણા કોરૂધાકોડ રહ્યું હતું.  અને અસહય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગઇ કાલે મધરાત્રી બાદ મેઘરાજાની એન્‍ટ્રી થતા મુશળધાર વરસાદ ૬ ઇંચ વરસી ગયો હતો. કુતિયાણા પંથકના વાવણી કરી દીધેલ ખેડૂતો મેઘરાજાની પધરામણીથી ખુશ થઇ ગયા છે.

(11:50 AM IST)