તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 1st July 2024
ભુજમાં અવિરત વરસાદથી વીજ તંત્રને નુકશાન : એમડી દોડી ગયાઃ અનેક મહત્વના નિર્ણયો સ્થળ પર લેવાયા

રાજકોટઃ પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર પ્રીતિ શર્મા ભુજ શહેરના વિસ્તારોમાં જેવા કે વીજળી પડવાથી થયેલ લાઇન તેમજ વિજ ટ્રાન્સફોર્મરની નુકશાની અને અન્ડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટના માટે સુચનો અને તે મુજબ તાત્કાલીક ધોરણે કામ કરવાની મંજુરી આપેલ હતી. ભુજ શહેરના લાલન, હિલ ગાર્ડન, ટાઇમ સ્કવેર અને પોલીટેકનીક ફીડરની રીંગ પાવરની વ્યવસ્થાની પરીક્ષણ કરી જે સ્થળે ઓવરહેડ લાઇન છે તે જગ્યાનો હૈયાત આશરે ૮ કી.મી. કંડકટરને ડોગ કંડકટરમાં રૂપાંતરણ કરવાની સુચના આપેલ. ભુજ શહેરના જુદા જુદા વિસ્તારના ટ્રાન્સફોર્મરની હળવા દબાણની એરીયલ બંચ કેબલ કે જયાં ઓવરલોડીંગ અને ફલાકચ્યુએશન ન થાય તે માટે ૩૪ સ્કે.મી.મી.ની જગ્યાએ પ૦ સ્કે.મી.મી.ની સાઇઝમાં રૂપાંતર કરવા માટે જરૂરી કેબલના ૮ ડ્રમ રાજકોટથી ભુજ તાત્કાલીક રવાના કરાવેલ અને બદલાવાની કામગીરી શરૂ કરવા માટે સુચના આપેલ છે તેમજ હજુ વધારે માલમતા તાત્કાલીક ધોરણે પહોંચતુ કરવા વ્યવસ્થા કરાવેલ છે. ભુજ વર્તુળ કચેરીના નવા આવેલા અધિક્ષક ઇજનેર શ્રી બી.સી.રાઠોડને અગાઉ માંગરોળ અને રાજકોટ આવા પ્રકારની કામગીરીનો બહોળો અનુભવ હોઇ ત્વરીત કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
