<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ભાવનગરમાં ટ્રક અડફેટે ચડી જતા બાઈક ચાલક મેર યુવાનનું મોત

ભાવનગરઃ કુંભારવાડા નારી રોડᅠ ટ્રકે એક યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરુણ મોત નિપજયું હતુ. માહિતી મુજબ સુરેશભાઇ હનુભાઇ મેર ઉ.વ.૪૦ᅠ તેમની સ્‍પ્‍લેન્‍ડર બાઇક લઇને કુંભારવાડામાં આવેલા તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા ત્‍યારે નારી કુંભારવાડા રોડ પર મામાની ડેરી પાસે બીએમસીના ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.આ અકસ્‍માતમાં સુરેશભાઇને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇંજા પહોંચી હતી.અકસ્‍માતના પગલે સ્‍થળ પર લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. યુવકને સારવાર માટે હોસ્‍પિટલમાં લઇ જવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો.

(12:00 PM IST)