News of Monday, 1st July 2024
ભાવનગરમાં ૩ માળીયાનો બ્લોક તૂટી પડયોઃ જાનહાની નથી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: ભાવનગર શહેરમાં ચોમાસાના પ્રારંભે જ જુના જર્જરીત મકાનો પડી જવાના અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનવા લાગ્યા છે. આજે શહેરના ભરતનગરમાં ત્રણ માળનું મકાન ધરાશય હતું. સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી. જયારે હીલ ડ્રાઈવ વિસ્તારમાં એક વૃક્ષ પડી ગયું હતું.
ભાવનગર શહેરના ભરતનગર ત્રણ માળિયા મારુતિ નગરમાં આવેલ એક જર્જરીત ત્રણ માળીયા નો બ્લોક ધરાશાયી થયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડીᅠ ગયો હતો અને કાટમાલમાંથી લોકોનો માલ સામાન બહાર કાઢી આપ્યો હતો. સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
જયારે શહેરના ભાંગલી ગેટથી હીલ ડ્રાઈવ વિસ્તારમાં આજે બપોરે એક વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ રોડની વચ્ચે પડતા વાહન વ્યવહારને અસર થઈ હતી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
