<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

બોટાદના ગઢડા તાલુકાના ઉપરવાસમાં પડેલ વરસાદ ના કારણે સીતાપરી નદી બે કાંઠે

પીપરડી, ઈંગોરાળા, સીતાપર, લીંબડીયા સહિત ગામોમાં વરસાદથી નદીમાં પૂર :ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ

બોટાદના ગઢડા તાલુકાના ઉપરવાસમાં પડેલ વરસાદ ના કારણે સીતાપરી નદીમાં નવા નીર આવ્યા છે.  આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકી વરસ્યા છે , પીપરડી, ઈંગોરાળા, સીતાપર, લીંબડીયા સહિત ગામોમાં ગઈકાલે પડેલ સારા વરસાદના કારણે સીતાપરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપ્યો છે

(1:33 PM IST)