News of Monday, 1st July 2024
જુનાગઢના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એએસઆઇ શિવલાલભાઇ જોષીની આજે ૧૪મી પુણ્યતિથી
‘અકિલા'ના પત્રકાર વિનુભાઇ જોષીના પિતાને મેયર ધારાસભ્ય સાધુસંતો દ્વારા શ્રધ્ધાંજલિ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧: જુનાગઢ ‘અકિલા'ના પ્રતિનિધી વિનુભાઇ જોષીના પિતાજી શિવલાલભાઇ કરશનજી જોષીની આજે ૧૪મી પુણ્યતિથી છે.
૧૯૯૧ની સાલમાં સૌરાષ્ટ્રના એકમાત્ર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા શિવલાલભાઇ જોષીને ૪૨માં પ્રજાસતાકીદીન નિમિતે ભારતનાં રાષ્ટ્રપતિશ્રી આર વેંકટરામ દ્વારા સનિષ્ઠ અને સાહસિકતાપૂર્ણ પ્રસંશનીય પોલીસ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો.
અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના રામપુર (તોરી) ગામના મુળ વતની એવા શ્રી જોષી તા.૧૩મી જુલાઇ ૧૯૫૦ના રોજ જુનાગઢ જીલ્લામાં કોન્સટેબલ તરીકે ભરતી થયેલ તેઓ પોરબંદર રાજકોટ (સીઆઇડી) બાટવા વિસાવદર સરસઇ (આઉટપોસ્ટ) વેરાવળ શહેરમાં ફરજ બજાવી હતી અને વેરાવળમાં અચાનક કોમી રમખાણો ફાટી નિકળતા ત્યારે શ્રી જોષીની યશસ્વી ફરજની કદર કરી તત્કાલીન ડીએસપી શ્રીસિંઘ એ સ્પેશ્યલ પ્રમોશન આપ્યુ હતુ.
ત્યારબાદ ૧૯૬૪થી તેમને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ પર મુકયા હતા જયા તેમણે ૧૯૭૨ સુધી હિંમતપુર્વક ફરજ અદા કરી હતી તે દરમ્યાન વણઉકેલ રહેલા ખુન કેસોના આરોપીઓને પકડવા તરખાટ મચાવતી ઘરફોડ ચોરી કરતી તસ્કર ગેંગ પકડી વર્ષોથી ફરાર બનેલા આરોપીઓને શોધી કાઢવાની યશસ્વી ફરજ બજાવી હતી.
૧૯૭૨માં શ્રી જોષીને સરસઇ પોલીસ મથકમાં ખાસ મુકવામાં આવ્યા અને તે વખતે સૌરાષ્ટ્રના ડીઆઇજી મજબુતસિહ જાડેજાએ તેમને પોરબંદરના નામીચા શખ્સ કાના અભુ વાધેર જે ત્રણ ખુનમાં ૨૨ વર્ષથી ફરાર હતો તેને પકડવાની કપરી ફરજ સોંપતા શ્રી જોષીએ પાવાગઢના બોડેલી ગામેથી જીવન જોખમે ઝડપી લીધો હતો.
આ ગુન્હેગાર એ શ્રી જોષી પર છરી વડે હુમલોનો પ્રયાસ કરેલો આ કાના અભુની તે વખતે પોરબંદરમાં હાક હતી તે બિનહરીફ ગેંગ લીડર હતો પોલીસ અધિકારીઓ સામે ગોળીબાર કરતો હતો. આ ગુનેગાર મહારાષ્ટ્રમાં ખુન કરી ચુકયો હતો શ્રી શિવલાલ જોષી ૧૯૮૩માં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુકયા છે અને પ્રસંશસનીય જીવના જોખમે કામગીરી કરવા બદલ ઇનામોની સંખ્યામાં બેવડી સહી ફટકારી ચુકયા છે. વિવિધ સ્થળોએ વરસો પડેલા ગુન્હા કરી નાશી છુટેલા ગુન્હેગારો પાસા ગુંડાધીશ હેઠળ અસામાજીક તત્વોની ધરપકડો દારૂ જુગારના દરોડા ઝુંબેશ આંતર રાજય ગુનેગારો ઘરફોડ લુંટ જેવા ગુન્હાઓનો ભેદ ખોલવા રીઢા ગુન્હેગારોને ઝડપી લેવા ભેદઉકેલવા જેવી મહત્વની કામગીરી તેઓએ બજાવેલ.
શ્રી શિવલાલ જોષીને જે તે વખતે ભારત સરકારે રાષ્ટ્રપતિ ચંદ્રકથી નવાજતા સ્પે.આઇજીપીશ્રી કનુ પિલ્લાઇ ઉ-આઇજી ભાર્ગવ કલેકટર જે એમ સિંધુ એસપી જી કે પરકાર સાસંદ ભાવનાબેન ચિખલીયા વિવિધ અધિકારી પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
પોલીસ ખાતામાં ફરજ બજાવી નિવ્યસર્ની અને પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા શ્રી જોષીએ નિવૃત થયા બાદ પોતાના હકક હિસ્સાની મળેલ રકમમાંથી ઘરનુ મકાન ખરીદેલ, અત્યંત સાદગીભર્યુ જીવન અને લોકોના પ્રેરણાસ્ત્રોત હતા. તા.૧-૭-૨૦૧૦ના રોજ તેઓનું અવસાન થતા આજે ૧૪મી પુણ્યતિથી નિમીતે લોકો તેમને યાદ કરે છે તેઓની પોલીસ બેડામાં અને સમાજમાં અમીર છાંપ જોવા મળે છે શ્રી શિવલાલ જોષીના પુત્ર વિનુભાઇ જોષી હાલમાં જુનાગઢ જિલ્લાના ‘અકિલા'ના બ્યુરો ચીફ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. શિવલાલભાઇ જોષીને આજે ૧૪મી પુણ્યતિથી નિમિતે જુનાગઢના મેયર ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયરગિરીશભાઇ કોટેચા ધારાસભ્ય અજયભાઇ કોરડીયા પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી મહેન્દ્રભાઇ મશરૂ ડો.ડી પી ચિખલીયા સહિતના આગેવાનો તેમજ ધુનડાના સંત પુ.જેન્તિરામબાપા અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ.મુકતાનંદબાપુ શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુ.ઇન્દ્રભારતીબાપુ તેમજ મેંદરડાના સુખરામદાસ બાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.(
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
