તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Monday, 1st July 2024
ધ્રોલમાં જોડીયા રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થાય તો કાલે સાંજે રસ્તા રોકો આંદોલન : પ્રાંત અધિકારીને વેપારીઓની રજુઆત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧ ધ્રોલના જોડીયા રોડ પર વરસાદ પડતા ગોઠણસમા પાણી ભરાયા હતા. દર ચોમાસામા આજ પ્રશ્ન હોય વેપારીઓ લાલઘુમ થયા છે અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી છે. આવતા ૨૪ કલાકમા પાણીનો નિકાલ કરવામા નહી આવે તો કાલે સાંજે ૪ વાગ્યે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
