<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ગોહિલવાડમાં મેઘ મહેર: મહુવામાં અઢી ઇંચ વરસાદ જ્યારે અન્ય તાલુકાઓમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો

ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ધીમીધારે અડધા થી એક ઇંચ જેટલો વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા માં અઢી ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો છે જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ માં ઝરમર થી લઈ અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે .
ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે. મહુવામાં આજે સતત બીજા દિવસે પણ સારો વરસાદ પડ્યો છે. આજે મહુવામાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે  ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ધીમીધારે અડધા થી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

આજે સોમવારે સવારે 6 થી સાંજના 6   દરમિયાન  વલ્લભીપુરમાં - 25  મિમી, ઉમરાળામાં -19 મિમી, ભાવનગરમાં - 2 મિમી, ઘોઘામાં - 1 મિમી, સિહોરમાં - 11 મિમી, ગારીયાધારમાં - 8 મિમી, પાલીતાણામાં - 19 મિમી, તળાજામાં - 10 મિમી, મહુવામાં - 64 મિ.મી .તથા જેસરમાં - 25 મિમી વરસાદ નોંધાયો છે.

(6:48 PM IST)