<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જામનગરના રણજીતનગર વિસ્તારમાં જુના હુડકામાં બાલાનંદ સ્કૂલ નજીક મકાનની દીવાલ તૂટી પડી

સદનસીબે કોઈ જાનહાની નહીં : મનપાની ટીમ દોડી અને કાટમાળ દૂર કરાયો : જર્જરિત બાંધકામ તોડી પડાયું

જામનગરના રણજીતનગર વિસ્તારમાં જુના હુડકામાં બાલાનંદ સ્કૂલ નજીક બ્લોક નંબર 1091માં આવેલ મકાનની દીવાલ તુટી પડી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકા ની ટીમ દોડી આવી હતી અને કાટમાળ દૂર કરાયા છે. અને વધારાનું જર્જરિત બાંધકામ પણ તોડી પડાયું છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:18 PM IST)