<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ખંભાળીયામાં સાડા 9 ઇંચ ખાબક્યો :કલ્યાણપુરમાં 7 ઇંચ, દ્વારકામાં 5 ઇંચ અને ભાણવડમાં અઢી ઇંચ વરસાદ

ખંભાળિયા પોરબંદર રોડ પર વ્યાપક વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા લાંબા તથા જામ રાવલ આ બંને ગામોમાં કેટલાક સ્થળે દબાણો અને પાણીના નિકાલમાં અડચણ દૂર કરી લોકોને સમલત સ્થળે ખસેડ્યા

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી સાંજ સુધીમાં ભારે વરસાદ ભાણવડમાં આજે સવારથી સાંજ સુધીમાં અઢી ઇંચ પડ્યો દ્વારકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો ત્યારે કલ્યાણપુરમાં સાત ઇંચ અને ખંભાળિયામાં સવારથી અત્યાર સુધીમાં 9:30 ઇંચ જેટલો વરસાદ પડેલો છે

  ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા હતા તથા ખંભાળિયા પોરબંદર રોડ પર વ્યાપક વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા

  કલ્યાણપુર તાલુકામાં લાંબા તથા જામ રાવલ આ બંને ગામોમાં કેટલાક સ્થળે દબાણો અને પાણીના નિકાલમાં અડચણરૂપ થવાથી પાણી ભરાતા મામલતદાર તથા ટીડીઓ દ્વારા પ્રાંત અધિકારી દ્વારકા શ્રી ભગોરાની સુચનાથી દબાણ દૂર કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા 20 25 જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સતત ભારે વરસાદથી હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તથા કેટલાક ડેમોમાં ધીમે ધીમે પાણીની આવક પણ ચાલુ થઈ છે

(9:27 PM IST)