<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

જામનગરમા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં અચાનક આગ લાગતા દોડધામ : જુઓ વિડીયો

વરસાદી વાતાવરણ વચ્ચે આગ લાગતા અનેક સવાલો ઉભા થયા : આગ લાગી કે લગાવવામાં આવી ? તે અંગે ભારે ચર્ચા

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જામનગરમા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આજે સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.અચાનક જ ઓફિસમાં વરસાદી વાતાવરણ વચ્ચે આગ લાગતા અનેક સવાલો ઉભા થયા છે

            પ્રાપ્ત માહિતી મુજબ  રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી સરદાર ભવન કોમ્પલેક્ષમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)ની મુખ્ય ઓફિસમાં આગ લાગતા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા.આગ લાગી કે લગાવવામાં આવી ? તેની ભારે ચર્ચા થઈ રહી છે.તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:01 AM IST)