તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 3rd July 2024
સાંસદ કે ધારાસભ્ય પક્ષપલ્ટો કરે તો ૭ થી ૮ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તેવી જોગવાઇ કરો
જસદણનાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાની માંગણી

રાજકોટ તા. ૩ :.. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ પક્ષાંતર કરનારા સામે જુદી - જુદી કાર્યવાહી અંગે પોતાનો મત વ્યકત કર્યો છે.
ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, કોઇપણ ગુનામાં સંડોવાયેલ, પક્ષાંતર કરી રાજીનામુ આપનાર, પક્ષ તથા મતદારો સાથે દ્રોહ તથા ગદારી કરનારને ઉમેદવારીથી દૂર રાખવા એ જ લોકશાહીને જીવંત રાખવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. આવા દુષણોને અટકાવવા માટે જોગવાઇ કરવી જરૂરી છે.
જેમાં અમુક કાયદાની કલમ મુજબના ગુન્હાને પાત્ર વ્યકિત નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી ઉમેદવારી કરી શકે નહીં.
ચાલુ ધારાસભ્ય કે સંસદસભ્ય પક્ષાંતર કરી રાજીનામું આપે તો પેટાચૂંટણી નહીં પક્ષાંતર કરનાર ૭ થી ૮ વરસ સુધી કોઇપણ ચૂંટણી લડી શકે નહીં.
ર ટર્મથી વધારે સમય હોદો ધરાવી શકે નહીં. અભ્યાઁસની લાયકાત તથા નિવૃત વયફ મર્યાદા નકકી થવી જોઇએ.
સરપંચ સિવાયની કોઇપણ પ્રકારે ખાલી પડતી જગ્યાની પેટા ચૂંટણી નહીં. આ માટે સરકાર તેમજ ચૂંટણીપંચે મનોમંથન કરવાની જરૂર છે. આમ જનતા પ્રબુધ્ધ નાગરિકો, મતદારોએ વ્યાજબી વાતને સમર્થન આપવા માટે સંગઠીત અને જાગૃત થવા સિવાય કોઇ ઉકેલ દેખાતો નથી. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
