<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

અંજારમાં છ મહિનાથી ચાલતાં ઝઘડામાં પથ્‍થરના ઘા ફટકારી યુવાનની હત્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩:  લોકોમાં વધતી તાણ અને માનસિક ઉદ્વેગને લઈને હવે નાના મોટા ઝઘડાઓ હિંસક બની રહ્યા છે.અંજાર તા.ના સિનુગ્રા ગામે ભાગ્‍યલક્ષ્મી ઇન્‍ફ્રા પ્રોજેક્‍ટના ભરડીયામાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિક મજૂરો વચ્‍ચે થયેલા આંતરિક ઝઘડામાં એક યુવાન શ્રમિકને પથ્‍થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ભરડીયાના માલિક જતીન હીરજી સોરઠીયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના ભરડીયામાં ઝારખંડના ૧૦ શ્રમિકો મજૂરી કામ કરે છે. તેઓ સૌ ભેડિયા ઉપર બનાવેલી ઓરડીમાં જ રહે છે. તેમાં ૨૫ વર્ષીય ચરકુનાગ ઈન્‍દ્ર શાહુ નામના શ્રમિકને તેની સાથે રહેતા ભિમસિંગ અને સાગર નામના શ્રમિકોએ પથ્‍થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ શ્રમિકો વચ્‍ચે છેલ્લા ૬ મહિનાથી ઝઘડો ચાલતો હતો. પોલીસે બન્ને આરોપીઓ હત્‍યાનો ગુનો નોંધી બન્ને સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

(10:53 AM IST)