<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

હળવદના રાયસંગપરમાં પ્રેમ સબંધનો ખાર રાખી યુવાનની હત્‍યા

મોડી રાત્રીના કૌટુંબિક સગા બે ભાઇઓએ છરી અને ધોકા વડે હુમલો કર્યો : બે ઇજાગ્રસ્‍ત

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૩ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ ૨૩ અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ ૧૮ મંગળવાર રાત્રિના તેઓના ઘરે સુતા હતા ત્‍યારે કૌટુંબીક જ ભાઈઓ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈ ના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્‍યા હતા.જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું જ્‍યારે ગોપાલભાઈ ઇજાગ્રસ્‍ત થતા તેઓને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્‍યો છે.

બીજી તરફ આ બનાવમાં હુમલો કરવા આવેલ આરોપી વિપુલભાઈ કરમભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

વિગતો મુજબ આરોપીઓ અને મળતક એક જ કુટુંબના હોય અને કાકા-ભત્રીજા થતા હોય જોકે આઠ એક મહિના પહેલા મળતક શામજીભાઈ લોલાડીયાએ આરોપી વિપુલભાઈની બેનને ભગાડી ગયા હોય અને ત્‍યારબાદ બંને પકડાઈ જતા એક જ કુટુંબના હોય તેથી લગ્ન શકય ન હોય માટે કુટુંબીજનોએ લગ્ન કરવા ન દીધા હતા જેથી મળતકના પરિવારજનોએ શામજીભાઈ ને ગાંધીધામ તેની બહેનના ત્‍યાં મોકલી દીધો હતો. આઠેક મહિના બાદ મળતક શામજીભાઈ શનિવારે જ રાયસંગપર ગામે આવ્‍યો હતો અને આરોપીઓ તું અહીં કેમ આવ્‍યો છો તેમ કહી શામજીભાઈ પર અને ગોપાલભાઈ પર છરી અને ધોકા વડે તૂટી પડ્‍યા હતા.

બનાવ અંગે પોલીસને જાણ થતા પીઆઈ આર.ટી.વ્‍યાસ સહિતની સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઈ બનાવની ગંભીરતાને ધ્‍યાને લઇ હુમલાખોરોની તાત્‍કાલિક અટકાયત કરી મળતકના પિતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(10:54 AM IST)