News of Wednesday, 3rd July 2024
ઘેડ પંથકના 22 જેટલા ગામો સંપર્ક વિહોણા: મોટા ભાગના ગામો જળમગ્ન
લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા:અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા

પોરબંદર : ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ બાદ ઘેડ પંથકના 22 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. 22 ગામોમાં આવવા જવાના તમામ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઘેડના મોટા ભાગના ગામો જળમગ્ન થયા છે. નવી બંદર, બળેજ, ગોરસર, મોચા, મંડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
