News of Wednesday, 3rd July 2024
જુનાગઢ જિલ્લામાં મોસમનો ૪૫.૯૩ ટકા વરસાદઃ સૌથી વધારે ૨૮ ઇંચ વિસાવદર તાલુકામાં સૌથી ઓછો ૯ ઇંચ વરસાદ માંગરોળમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૩ : જુનાગઢ જિલ્લામાં મોસમનો ૪૫.૯૩ ટકા વરસાદ થઈ જતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.
ચોમાસાના પ્રારંભે જૂનાગઢ જિલ્લામાં વરસાદની ઘટ રહી હતી. પરંતુ રવિ અને સોમવારે મેઘરાજાએ ભરપૂર રીતે વરસીને વરસાદની ખાધ પૂરી કરી વાવણી લાયક મહેર કરતા નદીમાળાઓ છલકાઈ ગયા હતા અને ડેમોમાં નવા નીરની હતા જળ સંકટ પણ હળવું થઈ ગયું છે.
સોરઠમાં ગઈકાલથી વરસાદનું જોર ઘટવાની સાથે આજે વરસાદી ડોળ વચ્ચે સવાર સુધીની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૧૮૬ ઈંચ એટલે કે ૪૫.૯૩ ટકા થઈ ચૂકયો છે. મોસમનો સૌથી વધુ વરસાદ ૨૮ ઇંચ વિસાવદર તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ ૯ ઇંચ માંગરોળ તાલુકામાં નોંધાયો છે.
ત્યારે માણાવદર તાલુકામાં ૨૦ ઇંચ, વંથલી વિસ્તારમાં ૨૪ ઇંચ, જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૨ ઈંચ, ભેસાણ પંથકમાં ૧૩ ઇંચ, મેંદરડા તાલુકામાં ૨૧ ઇંચ, કેશોદ તાલુકામાં ૧૬ ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
