<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

માણાવદરમાં હડમતાળી મંદિર જવાના રસ્‍તા ઉપર પૂરથી પૂલનું થયેલું ધોવાણ

સ્‍લમ વિસ્‍તારમાં પાણી ઘૂસી જતા લોકોને બસ સ્‍ટેશનમાં ખસેડાયા

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ૩: માણાવદરમાં ઉપરવાસના ભારે વરસાદના પૂર રસાલા ડેમમાં ઠલવાયા તેની અસરગત રાત્રીના બસ સ્‍ટેન્‍ડ સામે આવેલા સ્‍લમ વિસ્‍તારના લોકોને થઇ કે ઘરોમાં ગોઠણ ડૂબ પાણી ફરી વળ્‍યા હતા. તત્‍કાલ પોલીસને જાણ થતાં જ જાનના જોખમે સમગ્ર પોલીસ સ્‍ટાફ પી.એસ.આઇ. બારોટ સહિત રેસ્‍કયુ કરી બહાર કાઢયા હતાં તેની જાણ ભાજપ આગેવાનોને થતાં યોગેશ હુંબલ દોડી આવ્‍યા આ રેસ્‍કયુ કરાયેલા લોકોને બસ સ્‍ટેન્‍ડમાં જ રાત્રે રાખ્‍યા હતાં ચાલુ વરસાદ હોય તત્‍કાલ ત્‍યાં રાખવા હુંબલે ચીફ ઓફિસરને જાણ કરતાં તેઓ પણ વ્‍યવસ્‍થા કરી હતી. લોકોના જાનનું જોખમ વખતે જવાબદાર અધિકારી કામ ના આવ્‍યાનો આક્ષેપ આગેવાને કર્યો છે તો પુરપાણીથી રાત્રેઢ જ હડમતાળી હનુમાન મંદિર જવાના પુલનું ધોવાણ થયું હતું.

(11:51 AM IST)