<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

પાકિસ્તાન કનેક્શન મામલે એટીએસે કચ્છના મુન્દ્રાથી તુર્કી નાગરિક અને લખપતથી બે સંદિગ્ધ શખ્સોને ઉઠાવ્યાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : ગુજરાત એટીએસ દ્વારા કચ્છમાં હાથ ધાયેલ ગુપ્ત ઓપરેશને સનસનાટી સર્જી છે. બિન સત્તાવાર અહેવાલ મુજબ મુન્દ્રાના ધ્રબ ગામે થી તુર્કી નાગરિકને ઉઠાવાયો છે. આ શખ્સ દ્વારા સતત પાકિસ્તાન કરાયેલા ફોન ને કારણે તે એજન્સીઓ ના રડાર માં હતો.

           જોકે, તેની ઓળખ કે તે કેટલા સમયથી અહીં હતો એ વિશે કોઇ વધુ માહિતી બહાર આવી નથી. જોકે, ગુજરાતમાં કચ્છ જીલ્લા માં મુન્દ્રા ના ધ્રબ ગામે તુર્ક અટક ધરાવતા લોકો રહે છે. જે વર્ષો પૂર્વે તુર્કીથી આવ્યા હોવાની વાતો છે. જ્યારે એટીએસ દ્વારા કચ્છ ના જ લખપત તા. ના ઘડુલી તેમ જ ફુલરા ગામેથી બે શખ્સો ને પણ ઉઠાવાયા છે. આ બન્ને ભારતીય જ છે. 

        આમા પણ પાકિસ્તાન કોલ કનેક્શન કારણભૂત મનાય છે. આ ત્રણેય શખ્સો વચ્ચે કોઇ કનેક્શન છે કે નહીં તે વિશે હજી વધુ કોઇ માહિતી નથી. જોકે, એટીએસ દ્વારા કોઇ સત્તાવાર માહિતી હજી જાહેર કરાઈ નથી.

(1:10 PM IST)